Connect Gujarat
ગુજરાત

નર્મદા : સાંસદ અહેમદ પટેલ આવ્યા વાંદરી ગામના લોકોને વ્હારે, 1500થી વધુ સહાય કીટ પહોંચાડી

નર્મદા : સાંસદ અહેમદ પટેલ આવ્યા વાંદરી ગામના લોકોને વ્હારે, 1500થી વધુ સહાય કીટ પહોંચાડી
X

નર્મદા

જિલ્લાના ડેડીયાપડા તાલુકામાં આવેલ ગુજરાતનું અંતરિયાળ અને મહારાષ્ટની બોર્ડર નજીક આવેલ વાંદરી ગામ ખાતે રહેતા ગ્રામજનોને સાંસદ અહેમદ

પટેલના માર્ગદર્શન મુજબ સહાય કીટ અર્પણ કરવામાં આવી હતી.

સમગ્ર

ભારતમાં કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે લોકડાઉન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ વાંદરી

ગામના લોકોની વ્હારે આવી તેમને 20 દિવસ ચાલે એટલું અનાજ અને શાકભાજી સહિતની જીવન જરૂરિયાતની સામગ્રી અર્પણ કરવામાં આવી હતી. જેમાં નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાને તાત્કાલિક વાંદરી ગામે મોકલી 500થી વધુ

સહાય કીટ બનાવી સહાય સામગ્રી લોકો સુધી પોહચાડવામાં આવી હતી.

હાલ

ચાલી રહેલા લોકડાઉનમાં રોજ કમાઈને ખાતા આદિવસીઓને કપરી સમસ્યા સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે

નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાએ જણાવ્યું હતું કે, સાંસદ

અહેમદ પટેલ દ્વારા જ્યારથી

વાંદરી ગામને દત્તક લેવામાં આવ્યું છે, ત્યારથી તેઓએ ગામના નાનામાં નાના પ્રશ્નની

ચિંતા કરી છે. તેઓ લોકડાઉનમાં ટેલિફોનિક વાતચિત કરી ગ્રામજનોના હાલ પૂછી હમેશા પોતાની ચિંતા વ્યક્ત કરે છે, ત્યારે તેમની

સૂચના અને માર્ગદર્શન મુજબ સહાય કીટ વિતરણ કરતાં વાંદરી ગામના ગ્રામજનોમાં ખૂબ

ખુશી જોવા મળી હતી.

Next Story