Connect Gujarat
Featured

નર્મદા : દુબઇ જેવા દ્રશ્યો હવે કેવડિયામાં પણ જોવા મળશે, જુઓ કેવી રીતે કરાશે “રાષ્ટ્રીય એકતા દિવસ”ની ઉજવણી..!

નર્મદા : દુબઇ જેવા દ્રશ્યો હવે કેવડિયામાં પણ જોવા મળશે, જુઓ કેવી રીતે કરાશે “રાષ્ટ્રીય એકતા દિવસ”ની ઉજવણી..!
X

નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત એકતા નગરી ખાતે તા. 31 ઓક્ટોબરના રોજ “રાષ્ટ્રીય એકતા દિવસ”ની ઉજવણીના ભાગરૂપે સમગ્ર વિસ્તારમાં રોશનીથી ઝગમગાટ કરી ગ્લો-ગાર્ડન ઊભું કરવામાં આવ્યું છે, ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે કેવડિયા નગરીને ફરી એકવાર દુલ્હનની જેમ શણગારવામાં આવી છે.

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે “રાષ્ટ્રીય એકતા દિવસ”ની ઉજવણી નિમિત્તે એકતા નગરી વિસ્તારમાં કરવામાં આવેલો રોશનીનો ઝગમગાટ હવે કાયમી રાખવામાં આવ્યો છે, ત્યારે તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાથી પ્રવાસીઓમાં સહિત આસપાસના લોકોમાં પણ અનેરો આનંદ છવાયો છે. સમગ્ર કેવડિયા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં 35થી 40 કરોડના ખર્ચે 3 કરોડ જેટલી LED લાઈટોનો શણગાર કરવામાં આવ્યો છે. જેના થકી સ્ટેચ્યુ રોડ અને ગ્લો-ગાર્ડન પણ ઝગમગી ઉઠ્યું છે. જોકે વિદેશમાં જેમ લાઇટિંગવાળા ગાર્ડન હોય છે, તેમ હવે નર્મદા નિગમ દ્વારા કેવડિયામાં પણ ગ્લો-ગાર્ડન બનાવવામાં આવ્યું છે.

એટલું જ નહિ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં પ્રવેશતાની સાથે જ આપને દુબઇની જેમ કોકોનટ લાઇટિંગ અને લેસર લાઇટિંગથી શણગારેલી લાઇટિંગ જોવા મળશે, ત્યારે હાલ તો પ્રવાસીઓ માટે એકતા નગરી ખાતે ગ્લો-ગાર્ડન બંધ રાખવામાં આવ્યું છે. જોકે આગામી તા. 31 ઓક્ટોમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે “રાષ્ટ્રીય એકતા દિવસ”ની ઉજવણી બાદ ગ્લો-ગાર્ડનને પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે, ત્યાર બાદ પ્રવાસીઓ માટે ગ્લો-ગાર્ડન ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

Next Story