New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/NARMADA-DAM-2.jpg)
ડેમમમાં 40,962 ક્યુસેક પાણીની આવક સામે 5142 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં થઈ રહ્યો છે સતત વધારો. મધ્યપ્રદેસમાંથી પાણીની આવકમાં વધારો થતાં ડેમની સપાટી વધી રહી છે. હાલમાં ઉપરવાસમાંથી 40,962 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે જાવક 5142 ક્યુસેકની છે. હાલમાં દર કલાકે ડેમની સપાટીમાં 2 સેમીનો વધારો થઈ રહ્યો છે.
આજે સવારે 8 વાગે નર્મદા ડેમની સપાટી 124.79મીટરની હતી. જે વધીને હાલ 124.95 મીટરે પહોંચી ગઈ છે. સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીમાં સપાટીમાં 16 સેમીનો વધારો નોંધાયો છે. જો હાલનાં તબક્કે ડેમનાં દરવાજા ન હોત તો 2.85 મીટરથી ઓવરફ્લો થયો હોત. ડેમમાં હાલની સ્થિતિએ 2058.79 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. અને પાણીની માત્રા સારી હોવાથી હાલમાં CHPH પાવર હાઉસના 2 યુનિટ ચાલુ કરવામાં આવ્યા છે.
Latest Stories