/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-287.jpg)
નસવાડી તાલુકાના પાલસર ગામે આવેલ પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫ નો અભ્યાસ ચાલે છે. બાળકોનાં અભ્યાસ માટે બનાવવામા આવેલ વર્ષો જુના ત્રણ ઓરડા આવેલ છે. જેમાં એક ઓરડો એકદમ બંધ હાલતમાં છે. બે ઓરડા જર્જરિત હાલતમાં છે.ઓરડામાં મોટી તીરાડો પડી ગયેલા છે.પતરામાં કાણા પાડી ગયા છે. શાળાના તમામ વિદ્યાર્થીઓ જીવના જોખમે શાળાની બહાર ઓટલા ઉપર બેસીને અથવા જોખમી ઓરડામાં બેસીને અભ્યાસ કરવા મજબુર બન્યા છે.
છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત આ પ્રાથમિક શાળાના ઓરડા અંધાજે ૪૦ વર્ષ અગાઉ બનાવવામાં આવ્યા હતા. આ ઓરડાઓ હાલ એકદમ જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે આ ઓરડા જમીન દોસ્ત થાય તેવી પરિસ્થિતિ છે.જયારે અમુક ઓરડાના થાંભલામાં મોટા વૃક્ષ પણ ઉગી નીકળ્યા છે. અન્ય બે ઓરડા આવેલા છે. તેમાં પણ ચોમાસામાં પાણી ટપકે છે. ત્યારે બાળકોની મુશ્કેલીઓ માં વધારો થાય છે. ૩૨ જેટલા બાળકો હાલ દયનિય પરિસ્થિતિમાં અભ્યાસ કરે છે. શાળાનું બિલ્ડીંગ એક દમ જોખમ કારક હોવાથી વાલીઓ પણ આ પ્રાથમિક શાળામાં બાળકોને અભ્યાસ કરાવવા ભયભીત થયા છે.
રાજ્ય સરકાર આદિવાસી વિસ્તારમાર શિક્ષણનું સ્તર ઉંચુ આવે અને સુવિધા યુક્ત શિક્ષણ મળી રહે તેના માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે. પરંતુ આવી જર્જરીત પ્રાથમિક શાળના નવા ઓરડામાં બનવવા માટે નિષ્ફળ રહી છે.ગતિશીલ ગુજરાત અને ડિજિટલ ગુજરાતના દાવા કરનાર સરકાર આ આદિવાસી બાળકોના હિતને ધ્યાનમાં રાખી તાત્કાલિક નવા ઓરડા બનાવી આપે તે જરૂરી છે.
એવું નથી કે સ્કૂલના શિક્ષકો દ્વારા શિક્ષણ વિભાગને જાણ નથી કરી. વારંવારની રજૂઆતો કર્યા પછી પણ શિક્ષણ વિભાગ તરફ થી આ શાળાની મુસ્કેલીની નોંધ નથી લેવાતી. શિક્ષકો બાળકોના જીવનનું ઘડતર તો કરી રહ્યા છે, પણ સાથો સાથ બાળકોના જીવના જોખમની ચિંતા તેમને સતત સતાવી રહી છે.
પાલસર ગામ નો પાંચ માં ધોરણમાં અભયાસ કરતો વિદ્યાર્થી પણ કહી રહ્યો છે કે અમારી શાળામાં બધું તૂટી જાય એવું છે. એને લઈ અમને બીક પણ બહુ લાગે છે. વરસાદ પડે તો પાણી પણ ભરાય જાય છે.પછી એને કારણે વિદ્યાર્થીઓને બહાર બેસી અભ્યાસ કરવો પડે છે.
આમ તો સરકાર આદીવાસી બાળકો ના શિક્ષણ ની ચિંતા કરી રહી હોવા ના દાવા કરી રહી છે. પણ છોટાઉદેપુર જિલ્લાની કેટલીય શાળાઓ એવી છે કે જ્યાં બાળકો ભણે તો છે પણ સતત ભય ના ઓથાર નીચે.