Connect Gujarat
નવરાત્રી 2023

નવરાત્રી વિશેષ: પાવાગઢ મહાકાળી મંદિરે નવલા નોરતમાં શ્રધ્ધાળુઓનું ઘોડાપૂર, આ સ્થળનો લવ-કુશ સાથે પણ છે સંબંધ

જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનના પર્વ નવરાત્રી દરમ્યાન પાવાગઢના મહાકાળી મંદિરે શ્રધ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે ત્યારે તંત્ર દ્વાર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે

X

જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનના પર્વ નવરાત્રી દરમ્યાન પાવાગઢના મહાકાળી મંદિરે શ્રધ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે ત્યારે તંત્ર દ્વાર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે આવેલ હિન્દુ ધર્મના શક્તિપીઠો પૈકીનું એક શક્તિપીઠ કે જ્યાં સાક્ષાત મહાકાળીમાં બિરાજમાન છે. જેના ચરણોમાં માથું નમાવી આશીર્વાદ લેવા દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. હાલ આસો નવરાત્રી ચાલી રહી છે ત્યારે પાવાગઢ ખાતે શ્રધ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. માતાજીના દર્શન કરવા વહેલી સવારે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી હતી. પાવાગઢ સાથે જોડાયેલ દંતકથા પર નજર કરીએ તો પૌરાણિક કથા અનુસાર, સતીના જમણા પગનો અંગુઠો અહીં પાવાગઢમાં પડ્યો હતો, તેથી તે સ્થાન આદરણીય, પવિત્ર અને ચમત્કારીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પાવાગઢ માતાનું મંદિર ભગવાન શ્રી રામના સમયનું છે. રામના પુત્રો લવ અને કુશ સહિત ઘણા ઋષિ અને બૌદ્ધ સાધુઓએ અહીં મુક્તિ પ્રાપ્ત કરી. એક સમયે આ મંદિર શત્રુંજય મંદિર એટલે કે દુશ્મનો પર વિજયનું મંદિર તરીકે ઓળખાતું હતું.

Next Story