હાલ નવરાત્રીનો ચાલી રહ્યો છે. તેવામાં અનેક લોકો માતાજીનાં 9 દિવસ ઉપવાસ કરે છે. અને ઉપવાસ દરમિયાન ભૂખ લગાવી તે સામાન્ય બાબત છે. આવી સ્થિતિમાં ભૂખ પર નિયંત્રણ મેળવવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો આજે તમને જણાવીએ કે વધુ લગતી ભૂખને કઈ રીતે કંટ્રોલમાં કરી શકાય.
· ઉપવાસ દરમિયાન ભૂખને કાબુમાં રાખવા માટે પહેલા તો પૂરતા પ્રમાણમાં પાણી પીઓ, પાણી પીવાથી પેટ ભરેલું લાગે છે. જેનાથી ભૂખ પણ ઓછી લાગે છે. તે શરીરને હાઈડ્રેટ રાખે છે અને ડિહાઈડ્રેશનને અટકાવે છે. પાણી તમારા પાચનતંત્રને જાળવવામાં પણ મદદ કરે છે. લીંબુ પાણી પીવાથી ભૂખ પણ નિયંત્રિત થાય છે. તેથી ઉપવાસમાં સમયગાળા દરમિયાન વધુ પડતું પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
· ઉપવાસમાં ભૂખને કાબુમાં રાખવા માટે ફાઇબરયુક્ત ફલોનું સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે. ફળોમાં જોવા મળતા ફાઇબર્સ પાચનતંત્રને સારું રાખવામા મદદ કરે છે. ફળોના સેવનથી પેટ ભરેલું રહે છે અને ભૂખ ઓછી લાગે છે.
· ઉપવાસ દરમિયાન, વ્યક્તિએ વધુ પડતી ખાંડ, મીઠું અને બિનઆરોગ્યપ્રદ ચરબીવાળી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. આ ખાવાથી લોહીમાં શર્કરાના સ્તરમાં અચાનક વધઘટ થઈ શકે છે, જેના કારણે ભૂખમાં વધારો થાય છે અને અતિશય આહારનું જોખમ વધી શકે છે. અભ્યાસમાં સાબિત થયું છે કે ખૂબ પ્રોસેસ્ડ ખોરાક સ્થૂળતા અને વજનમાં વધારો જેવી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.
· લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી શરીરમાં નબળાઈ, થાક, માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે, આ સિવાય લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી ખોરાક ખાધા પછી પણ ભૂખ નથી લાગતી. તેથી, ઉપવાસ દરમિયાન, આપણે નિયમિત અંતરાલ પર થોડી માત્રામાં કંઈક ખાતા રહેવું જોઈએ જેથી શરીરમાં ઊર્જાની કમી ન થાય.
· વ્રત દરમિયાન સારી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. જો આપણે મોડી રાત સુધી જાગતા રહીએ તો આપણને ખાવાની વધુ ઈચ્છા થાય છે. જો આપણે પૂરતી ઊંઘ લઈએ તો તે મનને ભૂખથી દૂર રાખવામાં મદદ કરે છે. બપોરના સમયે થોડી નિંદ્રા લેવાથી પણ ભૂખ નિયંત્રણમાં રહે છે. ઊંઘથી શરીરને આરામ મળે છે અને ભૂખ ઓછી લાગે છે.