નવસારીના મુસ્લિમ અને કોંગી અગ્રણી પર થયો ચપ્પુ વડે હુમલો

New Update
નવસારીના મુસ્લિમ અને કોંગી અગ્રણી પર થયો ચપ્પુ વડે હુમલો

જીવલેણ હુમલાઓ અને હત્યાઓ એ ગુનેગારો માટે ડાબાહાથનો ખેલ બની ગયો છે. ભરચક વસ્તીવાળા વિસ્તારોમાં પણ હુમલાઓ કરતા ક્રિમિનલો અચકાતા નથી.

ઘટના છે નવસારી શહેરના દરગાહરોડ વિસ્તારની સુરતના બે શખ્સોએ નવસારીના કોંગ્રેસના અગ્રણી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા ગંભીર રીતે ઘવાતા તાત્કાલિક નજીકની હોસ્પીટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા જોકે હુમલામાં સામેલ એક ઈસમને પબ્લીકે ઝડપીને મેથીપાક આપ્યો હતો.

નવસારીના મધ્યમાં આવેલ દરગાહરોડ વિસ્તારમાં ફારૂક ગુલામ શેખ નામના કોંગ્રસના અગ્રણીનું નિવાસ્થાન આવેલ છે. જ્યાં આજે સાંજે સુરતથી આવેલા બે ઈસમોએ સાંજના ૭.૩૦ વાગ્યે ફારૂક શેખ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે ગાળાના ભાગે હુમલો કરીને ફરાર થઇ ગયા હતા. જેમાં ઘટનાસ્થળે હુમલાને અંજામ આપીને ભાગતા ઈસમ પૈકી એકને પબ્લિકે પકડી પાડીને ઢોરમાર મારતા આરોપી ઈસમને પણ સારવાર હેઠળ રખાયો છે. આ જીવલેણ હુમલામાં ફારૂક શેખને ગાળાના ભાગે ચપ્પુના ઘા વાગતા તાત્કાલિક ઓપરેશન કરવાનો વારો આવ્યો હતો.આ સમગ્ર ઘટનામાં ઘટનાને અંજામ.આપીને ભાગતા ઈસમો સી.સી. ટી.વી.માં કેદ થયા હતા.

કોંગ્રસના અગ્રણી અને અગાઉના દિવસોમાં સાપ્તાહિક છાપું પણ ચલાવનાર ફારૂકે ગામાં ના નામથી ઓળખ મેળવનાર પર કેમ હુમલો કરવામાં આવ્યો અને જે પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે.

Latest Stories