New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-99.jpg)
ચૂંટણી દરમ્યાન ઉમેદવારો મતદારોને પ્રલોભન ન આપે એના માટે ઈલેક્શન કમિશન દ્વારા ચૂંટણી થવાની હોય એવા વિસ્તારોમાં મોટી રકમની હેરાફરી પર પાબંધીઓ મૂકી છે. જે અમલવારી થાય એ માટે ઈલેક્શન કમિશન ટિમ બનાવીને પ્રવૃતિઓ રોકતી હોય છે એવી જ એક રૂપિયાની હેરાફરી નવસારી જિલ્લાના મરોલી ચાર રસ્તાએ ઇલેશન કમિશનની એસ એસ ટી ની ટીમે ૧૪ લાખથી વધુની રોકડ રકમ ઝડપી છે
નવસારી લોકસભામાં આવતું મરોલી ચાર રસ્ત્તા પર રાત્રીના બે વાગ્યે સુરતના સચિન તરફથી આવતી કાળા કલરની કારમાં એસ એસ ટી ની ટીમે ચકાસણીઓ કરી હતી અને તેમાંથી રોકડ રકમ ૧૪ લાખ ૭૪ હજાર ૫૦૦ રૂપિયા મળી આવ્યા હતા જે રૂપિયા ભાવેશ ઠક્કર નામનો ઈસમ વિજલપોર પોતાના ઘરે લઇ જતો હતો. તે વેળાએ આ ઈસમ ઝડપાતા ઈલેક્શન કમિશનની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથધરી સમગ્ર રૂપિયા કબ્જે લીધા હતા.