નવસારી: ભાઠલા ગામે ગીતા રબારીનો ડાયરો યોજાયો વરસ્યો રૂપિયા સહિત ડોલરનો વરસાદ

237

ડાયરામાં નવસારી અને ગણદેવીના ધારાસભ્ય ખાસ ઉપસ્થિત રહ્યા.

નવસારીના ગણદેવી તાલુકાના ભાઠલા ગામે ગીતા રબારીના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરામાં નવસારી જિલ્લાના ધારાસભ્ય પિયુષ દેસાઈ અને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.

ગણદેવી તાલુકાના ભાઠલા ગામે યોજાયેલા ડાયરાનો મુખ્ય હેતુ બાળકોના ભણતર માટે તેમજ બીમાર વ્યકિતને એમ્બ્યુલન્સની સુવિધા મળી રહી તે માટે યોજાયો હતો. ભાઠલા ગામે યોજાયેલા ગીતા રબારીએ ડાયરાની રમઝટ જમાવી હતી. ડાયરામાં આસપાસના નજીકના ગામોના હજારો લોકો ઉપસ્થિત રહી ડાયરાના કાર્યક્રમને મનમુકીને માણ્યો હતો.

ગણદેવી તાલુકાના ભાઠલા ગામે ગીતા રબારીએ ડાયરાની રમઝટ જમાવી હતી. જેમાં નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ, ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે ડાયરાની રમઝટ દરમિયાન રૂપિયાનો વરસાદ કરી મુકયો હતો. તેમજ શિયાળાની ઋતુના પગલે આ પંથકમાં એન.આર.આઈની સંખ્યા વધુ હોવાથી ડાયરામાં રૂપિયા ઉપરાંત અમેરિકન ડોલરોનો પણ વરસાદ જોવા મળ્યો હતો. નવસારીના ડાયરામાં પ્રથમવાર ડોલરનો વરસાદ થયાની ઘટના બની છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં લોક ગાયક કિર્તીદાન ગઢવીનો ડોયરો યોજાયો હતો. જેમાં લોકોએ લાખો રૂપિયાનો વરસાદ કર્યો હતો. આવો જ એક ડાયરો ગણદેવી તાલુકાના ભાઠલા ગામમાં યોજાયો હતો. જેમાં લોકોએ રૂપિયાની સાથે સાથે અમેરિકન ડોલરનો પણ વરસાદ કર્યો હતો.

LEAVE A REPLY