/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-75.jpg)
લોકોને આરોગ્ય વિષયકસેવાઓ મળી રહે તે માટે સરકાર મન મૂકીને વર્ષી રહી છે જેના નમૂનારૂપે નવસારી જિલ્લાના કુકેરી ગામે પીએચસી સેંટર બનાવવાનું કામ હાથધર્યું હતું પરંતુ વહીવટીતંત્રની વહીવટીકુશળતાના અભાવે પીએચસી સેન્ટરનું નિર્માણ અધૂરું છૂટ્યું છે. જેના કારણે લોકો આરોગ્યની સેવાથી વંચિત રહ્યા છે.
આ કોઈ નવો આલીશાન મહેલ નથી પરતું ૨ વર્ષ પહેલા સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલું સબ સેન્ટેર છે. ચીખલી તાલુકાના છેવાડે આવેલા કુકેરી ગામે બે વર્ષ અગાઉ આરોગ્ય વિભાગ દ્વારા ગામના છેડે અને ગરીબ આદિવાસી વિસ્તારમાં સબ સેન્ટરનું બાંધકામનું આયોજન કરાતા ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. જે તે સમયે જરૂરિયાતમંદ વ્યક્તિઓએ ઘરઆંગણે પાયાની આરોગ્યલક્ષી સેવા મળી રહેવાનો આનંદ વ્યક્ત કર્યો હતો.
આ સબ સેન્ટરનું કામ વર્ષ 2018મા પૂર્ણ કરી દેવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. શરૂઆતથી જ ધીમી ગતિએ ચાલુ થયેલું કામ બે વર્ષ બાદ પણ અધુરુ જ રહેતા અને છેલ્લા 6 મહિનાથી જ્યાં કામ કરનાર એજન્સીના માણસો જ ગાયબ થઈ જતા કામ અધૂરું છોડી દેવાતાં લોકોની આશા પર પાણી ફરી વળ્યું છે. જરૂરિયાતમંદ વ્યક્તિઓએ પ્રતાપનગર, રાનકૂવા, સુરખાઈ ખાતે કે કુકેરી ગામે જ 4થી 5કિ.મી. દૂર તબીબી સારવાર માટે જવાની ફરજ પડી રહી છે.
આદિવાસી વિસ્તરમાં આ સેન્ટેર બનાવથી ૧૫ હજાર થી વધુ લોકોને લાભ મળી શકે છે પરતું આજ્કીય દાવાકવા નાં કારણે પર્થામિક તબીબી સેવાઓ માટે આજે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.માત્ર કુકેરી ગામની વાત કરવામાં આવે તો ગમમાં કુલ 5239 વસતિ ધરાવે છે. જેમાં 2670પુરુષ 2569 સ્ત્રી,10 વોર્ડ અને 22 ફળિયાનો સમાવેશ થાય છે.
ગામમાં કોઈ મેડીકલ ઈમરજન્સી આવે ત્યારે ગામના લોકોએ પ્રાથમિક સારવાર માટે ગામથી ૧૫ થી ૨૦ કિલોમીટર દુર જવું પડે છે. સમગ્ર મુદે આરોગ્ય વિભગ ને સવાલો કરતા અધિકારી પોતાનો બચાવ કરતા જોવા મળ્યા હતા અને કામ જલ્દી થી પૂરું કરી દેવામાં આવશે એવું આશ્વાસન આપી સંતોષ માન્યો હતો.
વલ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા આરોગ્ય માટે વિશેષ ગાઈડલાઈન્સ મુજબ લોકે યોગ્ય સારવાર મળે એની તકેદારી સરકારે રાખવાની હોય છે પરતું નવસારી જિલ્લામાં જાણે આરોગ્ય માટે કોઈ ગંભીરતા દેખાતી નથી. રાજકીય દાવાકાવા વચ્ચે આજદિવસ સુધી સામાન્ય લોકોએ હાલકી નો સમનો કરવો પડી રહ્યો છે.