/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-276.jpg)
બીલીમોરા શહેરમાં વિવિધ સંસ્થાઓના પ્રયાસો થકી શરૂ કરવામાં આવેલ હેપી સ્ટ્રીટ અન્ય વિસ્તારોમાં પણ પ્રસરી રહી છે.
નવસારી ના બીલીમોરા ખાતે વિવિધ સંસ્થાનોના પ્રયાસથી શરુ થયેલી હેપી સ્ટ્રીટ હેઠળ શહેરના જાહેર માર્ગો પર વિસરાતી જતી રમતોની સાથે સાથે અનેક નવા અભિગમથી અનેક રમતો રમાઈ હતી બીલીમોરા શહેરના મુખ્ય માર્ગ પર વહેલી સવારથી સિનયર સીટીઝન થી લઇ નાના ભૂલકાઓ અને યુવાઓએ સાથે મળી જાહેર માર્ગો પર રંગોળી. પેઇન્ટિંગ તેમજ અનેક નવીન રમતો રમી હેપી સ્ટ્રીટ હેઠળ બાળકો, મહિલાઓ અને નગરજનોમાં આકર્ષણ જમાવ્યુ હતું.
અનેક આકર્ષણો સાથે નગરવાસીઓમાં ભારે ઉત્સુકતા જગાવનાર હેપી સ્ટ્રીટમાં વિસરાતી જતી અનેક રમત નગરવાસીઓમાં આકર્ષણ જમાવ્યું હતું .સાપસીડી જેવી રમતો ઘરમાં બેસીને રમાતી રમત કે જે આજના મોબાઈલ મેનિયાના યુગમાં ભુલાઈ રહી છે ત્યારે હેપી સ્ટ્રીટ હેઠળ આ રવિવારે રમત એક નવા અને જમ્બો સ્વરૂપે રમાઈ હતી. ખુલ્લા આકાશ નીચે અનેક નગરજનો આ રમતમાં ભાગ લીધો હતો. હાર-જીતના રોમાંચથી ભરેલી અનેક રમતો હેપી સ્ટ્રીટ હેઠળ બીલીમોરાના જાહેર માર્ગો પર રમાઈ હતી બીલીમોરા શહેરમાં વિવિધ સંસ્થાઓના પ્રયાસો થકી શરૂ કરવામાં આવેલ હેપી સ્ટ્રીટ અન્ય વિસ્તારોમાં પણ પ્રસરી રહી છે. નવસારીના હેપી સ્ટ્રીટ પરથી પ્રેરણા બાદ આ રવિવારથી બીલીમોરામાં પણ હેપી સ્ટ્રીટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે બીલીમોરા શહેરમાં શરૂ થયેલ હેપી સ્ટ્રીટમાં હવે નગરના લોકો પણ પોતાની ઈવેન્ટસ લઈને આવવા પ્રેરાયા છે. શહેરમાં મહિલાઓ તરફથી રંગોળી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હેપી સ્ટ્રીટના વિશાળ રોડ પર અનેક બહેનો રંગોળી પુરી હતી. આમ વિસરાતી જતી અનેક રમતોની સાથે સાથે અનેક નવા અભિગમ સાથે હેપી સ્ટ્રીટ બાળકો,મહિલાઓ અને નગરજનોમાં આકર્ષણ જમાવી રહી છે. હેપી સ્ટ્રીટ ભલે બીલીમોરા જેવા નાના શહેરમાં યોજાઈ હોય પરંતુ તેનો લાભ આજુબાજુના વિસ્તારના લોકોએ પણ લાભ લીધો હતો