/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-278.jpg)
પહેલું કહેવાય છે કે સંબંધોના ખાતામાં જો સ્નેહનું બેલેશ ન હોય તો અપેક્ષા નો ચેક કોઈ દિવસ પસાર થતો નથી આ કહેવત સાર્થક થઈ છે. નવસારીના અમલસાડ ગામે રૂપિયા માટે ભાણેજે પોતાનાજ મામા ભાણેજના સંબંધને કલંકિત કરીને મામાનું અપહરણ કરતા મામા ભાણેજના સંબંધો પર પૂર્ણવિરામ મુકાય ગયો છે.
અમલસાડની ટીચર સોસાયટીમાં રહેતા એન આર આઈ કેનેડાવાસી છનુભાઈ પટેલ કે જેઓ છ છ મહિના વતન આવીને રહે છે. અને તેમના ગામને અડીને આવેલ સરીબુજરંગ ગામમાં એન આર આઈ કાકાના ભાણેજ નું ઘર આવેલ છે. ભાણેજ અવાર નવાર મામા પાસે રૂપિયાઓ ની માંગણી કરતો હતો અને મામા ભાણેજની માંગ પુરી કરતા હતા આ સિલસિલો રોજબરોજ થતા એન આર આઈ મામાએ રૂપિયાઓ આપવાનું બંધ કર્યું અને સેતાન ભાણેજે મામાનું અપહરણ કરીને રૂપિયાની માંગણી કરી હતી. ભાણેજે પોતાના વાહનમાં લઇ જઈને મામાને બંધક બનાવ્યો હતો પરંતુ એન આર આઈ કાકાની જાગૃત કામવાળી બાઈએ પોલીસને જાણ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે
એન આર આઈ કાકા કેનેડા અને નવસારીનું આવન જાવન કરતા હતા જેમના બેન્ક બેલેન્સની તમામ જાણકારી આ ભાણેજ રાજુ પટેલને હતી. કાકાના બેન્ક ખાતામાં આંખ ફાટી જાય એવી મોટી રકમ હતી જેના કારણે ભાણેજ દાનત બગાડતો હતો અને આખરે મામાનું અપહરણ કરીને વાન ગાડીમાં વલસાડના કકવાડી ગામે લઈજઈને મામા પાસે પઠાણી પદ્ધતિથી રૂપિયાની માંગણી કરતો હતો. દરમ્યાન કામવાળીબાઈની ફરિયાદને આધારે મોબાઈલ લોકેશન મેળવીને પોલીસ ઉપડી ગઈ હતી. જેની ભનક ભાણેજને થતા ભાણેજ ભાગી ગયો હતો. જેને આખરે પોલીસે તેના ગામ સરીબુજરંગ થી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
/connect-gujarat/media/media_files/2025/07/24/bns-2025-07-24-22-27-21.jpg)