નવસારીની વિજલપોર નગર પાલિકામાં ટાઉન પ્લાનિંગના અભાવે ગેરકાયદેસર બાંધકામોનો રાફડો

New Update
નવસારીની વિજલપોર નગર પાલિકામાં ટાઉન પ્લાનિંગના અભાવે ગેરકાયદેસર બાંધકામોનો રાફડો

નવસારીની વિજલપોર નગર પાલિકામાં ટાઉન પ્લાનિંગના અભાવે ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફટયો હોવાનું ખુદ ભાજપના બાગી નગરસેવકોએ કમિશ્નર અને કલેક્ટરને ફરિયાદ કરી તપાસની માંગણી કરી છે. જ્યારે પાલિકા સીઓએ પણ શહેરમાં ટાઉન પ્લાનિંગનો અભાવ અને જેના કારણે ૪૫૦ બાંધકામ અરજીઓને મંજૂરી મળી ન હોવાનું જણાવ્યુ હતું.

વિજલપોર નગર પાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ ગેરકાયદેસર બાંધકામો મુદ્દે ફરિયાદો ઉઠતી રહી છે. ખાસ કરીને વિજલપોરનમાં ટાઉન પ્લાનિંગ ન હોવાના કારણે બાંધકામ મુદ્દે શાસકો મૂંઝવણમાં જ રહ્યા છે. જેમાં વિજલપોર પાલિકાના બાગી ભાજપી નગરસેવકોએ બાંધકામનો મુદ્દો ઉઠાવી નવો વિવાદ છેડ્યો છે. ભાજપના 16 બાગી નગરસેવકોએ શહેરમાં મોટા પ્રમાણમા ગેરયદેસર બાંધકામો થયા અથવા થઈ રહ્યા હોવાની ફરિયાદો મ્યુનિસિપલ કમિશ્નર અને જિલ્લા કલેક્ટરને કરીને યોગ્ય તપાસ કરી, સબંધિતો સામે કાયદકીય પગલાં ભરવાની માંગણી કરી હતી. જેમાં પાલિકાના સીઓ નુડા પર અને નુડાના અધિકારી પાલિકા પર ખો આપીને જવાબદારીમાથી છટકી રહ્યા હોવાના આક્ષેપો પણ કર્યા હતા. સાથે જ બાગી નગર સેવકોએ વિજલપોર શહેરમાં 11 ગેરકાયદેસર બાંધકામોની યાદી પણ આપી છે. જ્યારે ગેરકાયદેસર બાંધકામ મુદ્દે ૨૩ મે, સુધીમાં કોઈ કાર્યવાહી ન થઈ, તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

વિજલપોર પાલિકાના બાગી ભાજપી નગર સેવકોએ ગેરકાયદેસર બાંધકામો મુદ્દે કરેલી રજૂઆતને પાલિકા સીઓએ સાચી ગણાવી હતી. સાથે જ શહેરમાં અંદાજે ૪૫૦ જેટલી બાંધકામ અરજીઓને કોઈને કોઈ કારણસર મંજૂરી ન મળી હોવાના અને તેમ છતાં ડીમ મંજૂરીએ બાંધકામ શરૂ કરાયું હોવાની વાત કરી હતી. જોકે શહેરમાં ટાઉન પ્લાનિગ ન હોવાથી કઇ માલિકીની જગ્યા અને કઈ સરકારી જગ્યા છે, એ મુદ્દે મૂંઝવણ હોવાની સાથે જ વર્ષ ૨૦૧૬ થી શહેરમાં બાંધકામની મંજૂરી નુડા પાસે લેવાની હોય છે. જેથી કયો પ્લાન નક્શો છે એની માહિતી પાલિકા પાસે નથી હોતી. પાલિકાને નુડામાથી બીયું સર્ટિફિકેટ મળ્યા બાદ જ બાંધકામ વિષેની માહિતી મળી શકે. જોકે રજૂઆત મુદ્દે ઉપરી અધિકારીઓના માર્ગદર્શન અનુસાર કાર્યવાહી કરવાનો રાગ આલપ્યો હતો.

Latest Stories