નવસારી LCB એ ઘરફોડ ચોરીના બે આરોપી ઝડપી પાડ્યા

નવસારી LCB એ ઘરફોડ ચોરીના બે આરોપી ઝડપી પાડ્યા
New Update

ડીસમીશની કરામતનો જાદુ બંધ મકાનનું તાળું ખોલીને લાખોની ચોરી કરવી ચપટીનો ખેલ સમજતા બે ઈસમને નવસારી એલસીબીએ ઝડપી પાડીને સુરત નવસારી અને કરછ માં થયેલી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે બે આરોપી સહીત એકલાખ ૫૩ હજાર રોકડા અને લક્ઝરીયસ કાર કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

સાતિર ચોર બનેલા આ બે ઈસમો પોલીસને ચકમો આપવામાં માહિર હતા. પોલીસનું પેટ્રોલિંગ રાત્રીના અગિયાર વાગ્યે શરૂ થતું હોય છે. ત્યારે આ દેખાતા સાતિર ચોરો ખાસકરીને નવરાત્રી દરમ્યાંન અથવા તો ૮ થી ૧૦ વાગ્યે જ ચોરી વાળા સ્થળે આવી જતા હોય છે. ચોરીના સ્થળની પસંદગી અવાવરૂ જગ્યાએ ઘરો હોય અને આંતરિક માર્ગો દ્વારા સહેલાઇ થી ભાગી શકાય એવા સ્થળે ચોરીને અંજામ આપતા હતા.

સામન્યતઃ તાળું તોડવા માટે કટર અથવા મોટા સાધનનો ઉપયોગ થતો હોય છે. પરંતુ દેખાતા ચોરો માત્ર ડીસમીશ દ્વારા લાકડાના દરવાજામાં હોલ પાડીને એક હોલમાં તાર પોરવીને અંદરનું લોક ખોલતા હતા અને ત્યાબાદ એક ડીસમીશ ના સહારે લાખોની ચોરીને અંજામ આપીને જલસા કરતા હતા. નવસારીમાં ૩ ચોરી સુરત શહેરની ૫ ચોરી કરછ જિલ્લાની ૧ ચોરી આમ ૯ ચોરી માં સોના ચાંદી અને રોકડ મળીને કુલ ૨૫ લાખથી વધુની ચોરી બે ચોરોએ મળીને કરી હતી.

#Connect Gujarat #News #Gujarati News #video #Beyond Just News
Here are a few more articles:
Read the Next Article