સદલાવ ગામે ૨૪ ને અસર અને ૨ લોકોમાં મોત મામલે આરોગ્ય વિભાગે ગામને કોલેરાગ્રસ્ત કર્યું જાહેર

New Update
સદલાવ ગામે ૨૪ ને અસર અને ૨ લોકોમાં મોત મામલે આરોગ્ય વિભાગે ગામને કોલેરાગ્રસ્ત કર્યું જાહેર

ગતરોજ થયેલા બે યુવાનના મોતને પગલે વહીવટી તંત્રનું આરોગ્ય ખાતું હરકતમાં આવ્યું છે નવસારી જિલ્લાના સદલાવ ગામે ના હળપતિ વિસ્તારમા બોરિંગના પાણીને લઈને ૨૪ જેટલા ઝાડા ઉલ્ટીના કેશો બન્યા હતા. જેમાં ૨ યુવાનના શંકાસ્પદ મોત થતા આરોગ્ય વિભાગે સદલાવ ગામને કોલેરાગ્રસ્ત જાહેર કર્યું છે.

સાથે મુનસાદ ખડસુપા સરપોર પારડી નવતલાવ અંબાડા ગામ વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કર્યો હતો અને તમામ ગામોની ગતિવિધિઓ પર નજર રાખવા માટે નવસારી પ્રાંતઅધિકારીની નિમણુંક કરવામાં આવી છે.

Latest Stories