/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-170.jpg)
નવસારી શહેરને વસાવનાર અને પાલિકાને મહત્તમ જમીન દાનમાં આપનાર પારસી સમાજ આજે પાલિકા સામે આજીજી કરી રહ્યો છે સ્વરછતાને લઈને નવસારી નગરપાલિકામાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરીને કંટાળેલો પારસી સમાજે છેવટે ગાંધીગીરીનો માર્ગ અપનાવ્યો છે પાલિકા આટઆટલી રજૂઆત છતાં પારસીઓના રેહણાંક વિસ્તારોની સફાઈ ન કરતા પારસી સમાજે જાતે બહાર આવીને સફાઈ ઝુંબેશ હાથધરી છે.
નવસારી શહેરમાં આવેલો આવા બાગ વિસ્તાર જ્યાં મોટા ભાગના પારસી લોકો રહે છે. આવા બાગ વિસ્તારમાં ઘણાં સમયથી મુખ્ય રસ્તા ઉપર રાહદારી અને લારીગલ્લા વાળા તરફ થી કચરો નાખતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આવાબાગ વિસ્તરમાં ૩૦૦ થી વધુ પારસી પરિવારો રહે છે અને ખુલ્લામાં પડેલો કચરો એ રોગચાળાને ખુલ્લું નોતરું આપે છે. પારસી અગ્રણીઓ દ્વારા પાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કામગીર ન થતા સ્થાનિકો દ્વારા આજે જાતે રસ્તા પર આવી અને સફાઈ જુંબેશ ઉપાડી છે અને રસ્તા પર પડેલો કચરો સાફ કર્યો છે જે પાલિકાના શાશકો અને વહીવટીપાંખ માટે શરમ ની વાત કહી શકાય.
ખુલ્લામા કચરો ઠલવાઈ રહ્યો છે જેના કારણે શહેરીજનોનુ આરોગ્ય જોખમાઈ રહ્યુ છે જેના પગલે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ ( G P C B ) દ્વારા પાલિકાઓને નોટીસો આપવામા આવી હતી અને શહેરીજનોના હિતમા યોગ્ય નિકાલની વિકલ્પ શોધવા માટે જણાવ્યુ છે. પરંતુ પાલિકાના શાસકો હજુ જાગ્યા નથી. તો બીજી બાજુ પાલિકાના શાસકો શહેમાં તમમાં જગ્યા એ સફાઈના દાવા કરી રહ્યા છે દુધમાં સાકરને જેમ ભળી જાણનાર પારસી સમાજ ઘણો શાંતિ પ્રિય સમાજ માનવામાં આવે છે. નવસારીના વિકાસમાં જે સમાજે શહેર ને યોગદાન આપવામાં કોઈ કસર છોડી નથી તે સમાજની વાત સાંભળવા પણ પાલિકા રાજી નથી એ નવસારીમાં માટે દુઃખદ વાત ઘણી શકાય.