/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-196.jpg)
શંકાની સોયા એટલી ધારદાર હોય છે કે ભલભલાને વીંઝીને મોતને ઘાટ ઉતારી દેવા અચકાતી નથી પછી ભલને તે અંગત સ્વજન કેમ ના હોય હા આવોજ એક બનાવ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં બન્યો છે પતિએ શંકાની સોયા દ્વારા પત્નીનું પ્રાણપંખેરું ઉડાડી દઈને ફરાર થયો છે.
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલ મંદિર ગામના બંધીયા ફળિયામાં રહેતા પતિ પત્ની સુખમય જીવન જીવતા હતા તે દરમ્યાંન પતિ મહેશ હળપતિને પત્ની પર આડાસંબંધની શંકાઓ ઉભી થઇ અને આ બાબતે અવાર નવાર ઝગડાઓ પણ ચાલતા આવ્યા હતા પરંતુ ઝગડાનું સ્વરૂપ દિન પ્રતિદિન વધતું જતું હતું. શંકાઓ વધતા ૨૬ માર્ચ ની રાત્રી દરમ્યાંન પત્ની ને કુહાડી અને ચપ્પુના ઘા મારીને આરોપી પતિએ પત્ની જયશ્રીબેન હળપતિને રહેશી નાખી જીવન ટૂંકાવી દીધું હતું. જેની જાણ જલાલપોર પોલીસેને થતા પોલીસે હત્યારા પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.