Connect Gujarat
ગુજરાત

નવસારી: પત્નીના પ્રેમીએ કર્યું કઇંક એવું કે પતિ થયો દોડતો!

નવસારી: પત્નીના પ્રેમીએ કર્યું કઇંક એવું કે પતિ થયો દોડતો!
X

નવસારીના

વિજલપોરમાં બાળકનું અપહરણ થતાં પિતાએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ ફરિયાદ સમગ્ર

મામલે ભેદ ઉકેલાયો હતો. પત્નીના

પ્રેમીએ જ બાળકનું અપહરણ કર્યું હોવાનું પત્નીની પૂછપરછમાં સામે આવ્યું હતું. ફરિયાદના ગણતરીના કલાકોમાં જ બાળકને નવસારી એલસીબીએ મુંબઈથી શોધી કાઢી આરોપીની ધરપકડ કરી છે.

નવસારી

જિલ્લાના વિજલપોર શહેરમાં આવેલ રામગર વિસ્તારમાં થયેલ બાળકના અપહરણ મામલે પોલીસને ભેદ ઉકેલવામાં સફળતા મળી

છે. ગઈકાલે એક 6 વર્ષીય બાળકનું અપહરણ થયું હતું જેમાં એલ સી બી પોલીસની ટીમે આજે ગુનો ઉકેલી આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રિય માહિતી અનુસાર બાળકની માતા અને આરોપી વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને ત્યારબાદ મૂળ યુપીવાસી આરોપી અવાર નવાર બાળકની માતા સાથે મિલન મુલાકાત કરતો હતો. જેમાં કોઈ કારણસર અણબનાવ બનતા ગઈકાલે બાળકને ઉઠાવીને આરોપી પલાયન થયો હતો અને 6 કલાક બાદ બાળક ન મળતા બાળકના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે બાળકને શોધવાની તજવીજ હાથ ધરી હતી. જેમાં માતાની પૂછપરછમાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. ત્યાર બાદ પોલીસ હરકતમાં આવી હતી અને આરોપીને મુંબઈથી ઝડપી પાડી બાળકને પિતાને હવાલે કર્યો હતો.

Next Story