/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-27.jpg)
વિશ્વની જીવસૃષ્ટિ નો જીવ માત્ર પાણીના આધારે જીવન ટકાવી રહ્યો છે. ઉઠાતાની સાથેજ માનવીની પ્રથમ જરૂરિયાત પાણી ઉર્જા પૂરી પાડી રહ્યું છે. ત્યારે પાણીની અછતએ મહામારી વિકટ સમસ્યા બની છે. ઉનાળો શરુ થતાની સાથે જલાલપોરના આંબાવાડી વિસ્તાર રહીશોને પાણી ન મળતા મહિલાઓ દ્વારા પાલિકા પ્રમુખની ચેમ્બેર નો ઘેરાવ કરી વિરોધ કર્યો હતો.
રાજયની શ્રેષ્ઠ નગરપાલિકામાં સ્થાન પામનાર નવસારી નગરપાલિકા શેહેરીજનોને મધુરજળ મળે તે માટે ૨૦ વર્ષ પેહલા ૩૨ કરોડના ખર્ચે મધુરજળ યોજના બનાવી હતી. જે સુધારા વધારા ને લઈને આજદિન સુધી નિર્માણ પામી રહી છે. જે ઉકાઈ ડેમ થી કાકરાપાર અને કેનાલ મારફતે નવસારીના દુધિયા તળાવમાં ઉકાઈ ડેમના નીર આવી રહ્યા છે. પરંતુ ડેમના પાણીનું લેવલ આ વખતે નીચું જતા શહેરમાં પાણી કાપ મુકવામાં આવ્યો છે. જેના કારણે નવસારીના આંબાવાડી વિસ્તારમાં લાંબા સમય થી પાણી ન મળતા સ્થાનિક મહિલાઓ દ્વારા પાલિકા પ્રમુખના ચેમ્બરનો ઘેરાવ કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.
નવસારીમાં માત્ર આંબા વાડી વિસ્તરમાં પાણી ની સમસ્યા નથી પરતું નવસારીના ઘણા વિસ્તરોમાં પાણી પાલિકા પાણી પહોચાડવામાં નિષ્ફળ સાબિત થઈ છે. જલાલપોર હદ વિસ્તારના લોકો દ્વારા પાલિકાને ત્રણ થી ચાર વાર લેખિત રજૂઆત કરવા છતાં પાણી આપવા માટે કોઈ નક્કર પગલા ન લેવતા આજે મહિલા દ્વારા મોરચો કાઢવામાં આવ્યો અને જો પાણી ના મળે તો આવનારી ચુંટણીનો પણ બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રાથમિક જરૂરિયાતોને અગ્રીમતાઓ આપી રહી છે અને રાજ્યમાં મોટી ઉપલબ્ધિઓ બતાવી રહી છે તપરતું વાસ્તવિકતા કૈક જુદી દેખાઈ રહી છે. એક તરફ ગોબલ વોર્મિંગ એ યક્ષ પ્રશ્ન બની હયો છે ત્યારે જિલ્લામાં પાણીની સમસ્યાનો અંત કયારે આવશે એ મોટો સવાલ ઉભો થયો છે