Connect Gujarat
ગુજરાત

NEETનું પરિણામ જાહેરઃ દેશનાં ટોપર્સમાં બે સુરતી સ્ટુડન્ટનો સમાવેશ

NEETનું પરિણામ જાહેરઃ દેશનાં ટોપર્સમાં બે સુરતી સ્ટુડન્ટનો સમાવેશ
X

NEET 2018 ની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ચૂક્યાં છે. જેમાં ગુજરાતભરમાંથી ફરી સુરતી સ્ટુડન્ટસે ડંકો વગાડ્યો છે. સુરતના ચાર સ્ટુડન્ટસને નીટમાં ટોપ 100માં સ્થાન મળ્યું છે. જેમાં ટોપ 20માં બે સુરતીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સ્ટુડન્ટસે મેળવેલી ઝળહળતી સફળતાને પગલે વાલીઓ અને શાળાઓ દ્વારા અભિનંદનની વર્ષા કરવામાં આવી રહી છે.

નીટની પરિક્ષાને લઈને વર્ષ દરમિયાન વાલીઓ અને સ્ટુડન્ટમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. ત્યારે આજે જાહેર થયેલા પરિણામમાં ગુજરાતમાંથી સુરતના સાહીલ શાહને ઓલ ઈન્ડિયા રેન્કમાં 15મું સ્થાન મળ્યું છે જ્યારે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે. તો તનુજ પ્રેસવાલાને ઓલ ઈન્ડિયામાં 18મો રેન્ક મળતાં ગુજરાતમાં બીજા નંબરે રહ્યો છે. બન્ને સ્ટુડન્ટને ગુજરાત ફર્સ્ટ જાહેર કરાયા છે. સુરતની જ વિશ્વા જીનવાલાને ઓલ ઈન્ડિયામાં 40મો રેન્ક અને પાર્થ ધામેલીયાને 61મો રેન્ક પ્રાપ્ત થયો છે.

સુરતની આરડી કોન્ટ્રાક્ટર સ્કૂલમાં અભ્યાસ કરતાં અને ઈન્ડિયામાં ટોપ 20માં 15મો ક્રમ મેળવનાર સાહિલે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પોતે સોશિયલ મીડિયા ખાસ કરીને ફેસબુકમાં ટાઈમ વેસ્ટ નહોતો કરતો. પ્રથમ દિવસથી જ મહેનતના કારણે આ પરિણામ સુધી પહોંચવામાં સફળતાં મળી થઈ છે. સાહિલના ડોક્ટર માતા-પિતા સ્વાતિ શાહ અને સચિન શાહે સાહિલની સફળતાને વધાવી લીધી હતી. ભવિષ્યમાં તેઓ એમબીબીએસ કર્યા બાદ સ્પેશ્યાલાઈઝેશન કરવાનું સ્વપ્ન સેવી રહ્યાં છે.

Next Story