નેપાળની રાજધાની કાઠમંડુમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં રવિવારની વહેલી સવારે 4.3ની તીવ્રતા સાથે આવેલ ભૂકંપનું કેન્દ્રબિંદુ કાઠમંડુથી 166 કિમી દૂર ઉત્તરપૂર્વ નોંધાયું છે.
તાજેતરમાં જ ભારતમાં પણ રાજસ્થાન અને જમ્મુ કાશ્મીર સહિતના રાજ્યોમાં ભૂકંપનાં કિસ્સાઓ વધી રહ્યા છે. ભારતીય ઉપખંડમાં ખાસ કરીને ઉત્તરાખંડ અને હિમાચલમાં ભૂકંપનાં કારણે ભારે નુકશાન થયું હતું, ત્યારે હવે નેપાળની રાજધાની કાઠમંડુમાં આવેલ 4.3 ની તીવ્રતા સાથેના ભૂકંપથી હાલ નુકશાન અંગેની કોઈ માહિતી સામે આવી નથી.
