Connect Gujarat
Featured

નેપાળના વડા પ્રધાનનો ભારત પર મોટો આક્ષેપ, કહ્યું- પદથી હટાવવાનુ કાવતરું ઘડી રહ્યુ છે ભારત

નેપાળના વડા પ્રધાનનો ભારત પર મોટો આક્ષેપ, કહ્યું- પદથી હટાવવાનુ કાવતરું ઘડી રહ્યુ છે ભારત
X

નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ આરોપ લગાવ્યો છે કે ભારતે તેમને તેમના પદ પરથી હટાવવાનુ કાવતરું ઘડી રહી છે, કારણ કે તેમણે નેપાળનો નકશો બહાર પાડ્યો છે જેમાં લિમ્પીયાધુરા, મહાકાળી અને લીપુલેખનો સમાવેશ થાય છે. તેમણે નેપાળના નેતાઓ પણ તેમાં સામેલ હોવાનો આક્ષેપ કર્યો હતો.

કે.પી.શર્મા ઓલીએ કહ્યું, “અમે નકશો સુધારી દીધો છે. અમે તેને બંધારણીય રૂપ આપ્યું. તે પછી તમે સાંભળ્યું જ હશે કે વડા પ્રધાન એક અઠવાડિયા કે 15 દિવસમાં બદલાશે. ભારતનું મોદી પ્રજાસત્તાક કેવી રીતે સક્રિય છે? " વધુમાં કહ્યું, ભારતની રાજ્ય મશીનરી આશ્ચર્યજનક રીતે સક્રિય છે. દૂતાવાસમાં પ્રવૃતિ વધી છે.

તેમના જ સાંસદે આરોપ ફગાવ્યા ઓલીએ આરોપ લગાવ્યા બાદ થોડી જ મિનિટોમાં તેમની જ પાર્ટીના સાંસદ રામ કુમારી ઝનકારીએ કહ્યું- વડાપ્રધાન ભારત પર પાયાવિહોણા આરોપ લગાવી રહ્યાં છે. તેઓ તેમની નિષ્ફળતાથી લોકોનું ધ્યાન હટાવવા માંગે છે. ઓલીને ચીનના કટ્ટર સમર્થક માનવામાં આવે છે. પાર્ટીના બીજા જૂથના નેતા પુષ્પ કમલ દહલ પ્રચંડ તેમનો ઘણા મુદ્દાઓ પર વિરોધ કરી રહ્યાં છે. ગત બુધવારથી શનિવાર સુધી પાર્ટીની બેઠક ચાલી હતી. તેમાં વડાપ્રધાન માત્ર એક જ દિવસ સામેલ થયા હતા.

Next Story