નર્મદા ડેમના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ, 4 લાખ ક્યુસેક સુધી છોડાય શકે છે પાણી

નર્મદા ડેમની જળ સપાટીમાં ફરી એકવાર વધારો નોંધાયો છે હાલ નર્મદા ડેમની જળ સપાટી 135.67 મીટર પહોંચી છે. ઉપરવાસમાંથી ડેમમાં  2,12,916 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે

New Update

નર્મદા ડેમની જળ સપાટીમાં ફરી વધારો

ડેમની જળ સપાટી 135.67 મીટરે પહોંચી

ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડાયું

4 લાખ ક્યુસેક સુધી છોડાય શકે છે પાણી

નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ફરી એકવાર વધારો થયો છે ત્યારે ડેમમાંથી બે લાખ પાણી છોડવામાં આવી રહ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ફરી એકવાર વધારો નોંધાયો છે હાલ નર્મદા ડેમની જળ સપાટી 135.67 મીટર પહોંચી છે. ઉપરવાસમાંથી ડેમમાં  2,12,916 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તો નર્મદા ડેમમાંથી કુલ 2,12,457 ક્યુસેક પાણી છોડાવી રહ્યું છે.
નર્મદા ડેમના 15 દરવાજા 1.9 મીટર ખોલવામાં આવ્યા છે નર્મદા ડેમમાંથી 4 લાખ ક્યુસેક સુધીનું પાણી છોડાય શકે છે ત્યારે વડોદરા ભરૂચ અને નર્મદા જિલ્લાના 42 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. આ તરફ ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થાય તેવી શક્યતા પણ જોવામાં આવી રહી છે.જોકે હાલ નર્મદા નદીની સપાટી 12.27 ફૂટ નોંધાય છે. નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે..
Latest Stories