જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી પ્રથમ વનડે મેચમાં ભારતીય ફાસ્ટ બોલરોએ તબાહી મચાવી હતી. અવેશ ખાન અને અર્શદીપ સિંહ સામે સાઉથ આફ્રિકાનો ટોપ ઓર્ડર પત્તાની જેમ તૂટી ગયો. T20 સિરીઝમાં રન આપીને ટીકાકારોના નિશાના પર બનેલા અર્શદીપ સિંહે ODI સિરીઝની પ્રથમ મેચમાં પોતાનો પંજો ખોલ્યો અને દક્ષિણ આફ્રિકાની ધરતી પર ઈતિહાસ રચ્યો.
અર્શદીપ સિંહની બોલિંગ જોઈને સાઉથ આફ્રિકાના બેટ્સમેનો દંગ રહી ગયા હતા અને આ ODI મેચમાં T20નો નજારો જોવા મળ્યો હતો. અર્શદીપ સિંહે ODI ક્રિકેટ કરિયરમાં પોતાની વિકેટનું ખાતું ખોલીને ઈતિહાસ રચ્યો હતો.
ખરેખર, દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ODI મેચમાં (IND vs SA 1st ODI), અર્શદીપ સિંહે અદ્ભુત બોલિંગ કરી અને પાંચ વિકેટ લીધી. આ સાથે અર્શદીપ સિંહે દક્ષિણ આફ્રિકાની ધરતી પર ઈતિહાસ રચ્યો હતો. અર્શદીપ ભારત તરફથી એકમાત્ર ઝડપી બોલર બની ગયો છે જેણે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ તેમની ધરતી પર ODIમાં 5 વિકેટ લીધી છે.
આ પહેલા કોઈ ભારતીય ફાસ્ટ બોલર આ સિદ્ધિ મેળવી શક્યો નથી. મેચમાં અશદીપે 10 ઓવરમાં 37 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. તેના સિવાય અવેશ ખાને 4 અને કુલદીપને એક સફળતા મળી હતી.