છોટાઉદેપુર: બોડેલીને મળ્યો નગરપાલિકાનો દરજ્જો,નવો શહેરી વિસ્તાર મળતા વિકાસ અને આર્થિક પ્રગતિ માટે ખુલશે નવા દ્વાર

બોડેલીને નગરપાલિકાનો દરજ્જો મળવાથી શહેરીકરણની ગતિ તેજ થશે, પાયાની સુવિધાઓ જેવી કે પાણી, ગટર, રસ્તાઓ અને સ્વચ્છતામાં સુધારો થશે જેનાથી સ્થાનિક લોકોના જીવનધોરણ બદલાશે

New Update
  • ગુજરાત સરકારે જાહેર કરી નવી નગરપાલિકા

  • બોડેલીને મળ્યો નગરપાલિકાનો દરજ્જો

  • બોડેલી સ્મોલ અર્બન એરિયા તરીકે જાહેર

  • વિકાસ અને આર્થિક પ્રગતિ માટે નવા દ્વાર ખુલશે

  • મામલતદારને વહીવટકર્તા તરીકે નિમવામાં આવ્યા 

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને તેની આસપાસના ગામોને ગુજરાત સરકારે સત્તાવાર રીતે "નાનું શહેરી ક્ષેત્ર" અથવા "સ્મોલ અર્બન એરિયા" તરીકે જાહેર કરીને નગરપાલિકાનો દરજ્જો આપ્યો છે. આ નિર્ણયથી બોડેલી વિસ્તારના વિકાસ અને આર્થિક પ્રગતિ માટે નવા દ્વાર ખુલશે.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને તેની આસપાસના ગામોને ગુજરાત સરકારે સત્તાવાર રીતે નગરપાલિકાનો દરજ્જો આપ્યો છે.રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ દ્વારા 21 ઓગસ્ટ, 2025ના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, આ નવી નગરપાલિકામાં બોડેલી ગામ પંચાયત, અલીખેરવા ગ્રુપ ગામ પંચાયતનું અલીખેરવા ગામ, ધોકલિયા, ઝંખરપુરા, ચાચક ગામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણય ભારતની બંધારણની કલમ 243Q(2) અને ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની કલમ 7 હેઠળ લેવામાં આવ્યો છે.

બોડેલી નગરપાલિકા માટે સામાન્ય ચૂંટણી યોજાશે, પરંતુ જ્યાં સુધી ચૂંટાયેલું મંડળ કાર્યભાર સંભાળે નહીં ત્યાં સુધી વહીવટ ચલાવવા માટે બોડેલીના મામલતદારને વહીવટકર્તા તરીકે નિમવામાં આવ્યા છે. ગુજરાત નગરપાલિકા અધિનિયમ, 1963ની કલમ 266B(d) હેઠળ, 21મી ઓગસ્ટ 2025થી નગરપાલિકાના તમામ અધિકારો અને ફરજોની જવાબદારી સંભાળશે.

બોડેલીને નગરપાલિકાનો દરજ્જો મળવાથી શહેરીકરણની ગતિ તેજ થશે, પાયાની સુવિધાઓ જેવી કે પાણી, ગટર, રસ્તાઓ અને સ્વચ્છતામાં સુધારો થશે. આ સાથે, રોજગારી અને વ્યવસાયિક વિકાસ માટે નવી તકો ઊભી થશે, જેનાથી સ્થાનિક લોકોના જીવનધોરણમાં સકારાત્મક પરિવર્તન આવશે.

Latest Stories