તાજેતરમાં આવેલા વાવાઝોડાના કારણે ખૌફનાક દ્રશ્યો
વાંસદા સહિત ચીખલી તાલુકામાં ભારે તારાજી સર્જાય
20 ગામના 1 હજારથી વધુ મકાનો અને ખેતરમાં વિનાશ
ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ઉગ્ર આંદોલન
મકાન દીઠ રૂ. 5 લાખ સહાય વળતર ચૂકવવા માંગ કરી
નવસારી જિલ્લાના વાંસદા અને ચીખલી તાલુકામાં ભારે પવન સાથે આવેલા વાવાઝોડાના પગલે તારાજી સર્જાય છે, ત્યારે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં અસરગ્રસ્તોને સહાય વળતર આપવાની માંગ સાથે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું.
નવસારી જિલ્લામાં તાજેતરમાં આવેલા વાવાઝોડાના કારણે ખૌફનાક દ્રશ્યો સર્જાયા હતા. જેમાં વાંસદા અને ચીખલી તાલુકામાં ભારે પવન સાથે આવેલા વાવાઝોડાના પગલે તારાજી સર્જાય છે. એટલું જ નહીં, વાવાઝોડાના પગલે ચીખલી અને વાંસદા તાલુકાના 1 હજારથી વધુ મકાનો અને ખેતરમાં વિનાશ વેરાયો હતો. માત્ર 5 મિનિટમાં જ વાવાઝાડોએ 20થી વધુ ગામોમાં ભારે તબાહી મચાવી હતી. જોકે, સરકાર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં વાવાઝોડાના કારણે ધરાશાયી થયેલા મકાનો માટે માત્ર 30 લાખ રૂપિયા જેટલી રકમ મંજૂર થતા લોકોમાં રોષ જોવા મળ્યો છે.
સમગ્ર મામલે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું, જ્યાં ધારાસભ્ય અનંત પટેલએ રાજ્ય સરકારના પેકેજને અસરગ્રસ્તો સાથે મજાક સમાન ગણાવ્યું હતું. વાંસદા અને ચીખલી તાલુકામાં આવેલા વાવાઝોડાના વળતર લઈને મોટી સંખ્યામાં ગ્રામજનો આંદોલનમાં જોડાયા હતા. વાવાઝોડામાં નાશ પામેલા મકાન દીઠ સરકાર દ્વારા રૂ. 5 લાખની સહાય વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.