નવસારી : 125 વર્ષ જૂના મોટા બજાર વિસ્તારમાં મનપાની કાર્યવાહી, ડિમોલેશન ન કરવા વેપારીઓની માંગ...

પાલિકાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ શહેરના કેટલાક વિસ્તારોમાં માપણી કરવા માટે પહોચ્યા હતા. જેના કારણે સ્થાનિક વેપારીઓમાં રોષનો માહોલ જોવા મળ્યો

New Update
  • મોટા બજાર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી

  • ડિમોલેશન કરવાની કામગીરી સામે વેપારીઓમાં આક્રોશ

  • વેપારીઓએ પાલિકા કચેરીએ કરી અધિકારીને રજૂઆત

  • બજારમાં ટ્રાફિક સમસ્યાનું કોઈપણ ભારણ નહીં : વેપારી

  • ડિમોલેશનથી મોટાભાગના વેપારીની રોજી પર અસર થશે 

નવસારી શહેરના મોટા બજાર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન કરવાની કામગીરી સામે સ્થાનિક વેપારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. નવસારી મહાનગરપાલિકાના દ્વારા ગેરકાયદેસરના દબાણો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અંદાજે 125 વર્ષ જૂના મોટા બજાર વિસ્તારમાં મહાનગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા ડિમોલેશન કરવાની કામગીરી ચાલી રહી છેત્યારે પાલિકાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ શહેરના કેટલાક વિસ્તારોમાં માપણી કરવા માટે પહોચ્યા હતા. જેના કારણે સ્થાનિક વેપારીઓમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો.

સમગ્ર મામલે મોટા બજારના વેપારીઓ મહાનગરપાલિકા કચેરીએ પાલિકા કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતાજ્યાં બજારમાં દુકાનનું ડિમોલેશન ન કરવા માટે દુકાનદારો સહિત વેપારીઓએ માંગ કરી હતી. ખાસ કરીને મોટા બજારમાં રહેણાક વિસ્તાર સહિત અનેક વેપારીઓની દુકાનો આવેલી છે. જોકેબજારમાં ટ્રાફિકની સમસ્યાનું કોઈ પણ ભારણ ન હોવાની વાત પણ વેપારી મંડળે કરી હતી. જો દુકાનનું ડિમોલેશન થશે તો મોટાભાગના વેપારીઓની રોજી પણ અસર થશેત્યારે વેપારીઓએ કરેલી રજૂઆત બાદ નવસારી મહાનગરપાલિકા ડિમોલેશન બાબતે કેવો નિર્ણય લે છેતે હવે જોવું રહ્યું.

Latest Stories