/connect-gujarat/media/media_files/2025/08/20/accidentoh-2025-08-20-16-45-39.jpg)
સુરેન્દ્રનગરના સાયલા નજીક સુદામડા ગામ પાસે એક ગોઝારો અને અકસ્માત સર્જાયો, જેમાં એક માસૂમ બાળકીનું કરૂણ મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, સુદામડા ગામ નજીક એક ડમ્પરના ચાલકે પોતાની ગાડી બેફામ રીતે હંકારી રહ્યો હતો. આ દરમિયાન, એક બાળકીને ડમ્પર ચાલકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ડમ્પરનું ટાયર બાળકી પર ફરી વળ્યું હતું, જેના કારણે બાળકીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
અકસ્માત સર્જાયા બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે મૃત બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને ફરાર ડમ્પર ચાલકને ઝડપી પાડવા માટે શોધખોળના ચક્રો ગતિમાન કર્યા.