/connect-gujarat/media/media_files/2025/08/02/student-electrick-shock-2025-08-02-15-45-25.jpg)
વલસાડ તાલુકાના અતુલ રેલવે સ્ટેશન નજીક પીકેડી વિદ્યાલયથી ઘરે પરત ફરી રહેલા હરિયા ગામના 2 વિદ્યાર્થીઓને વીજ તાર અડતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
મળતી માહિતી અનુસાર, શનિવારના રોજ વલસાડ તાલુકાના અતુલની પીકેડી વિદ્યાલયથી છૂટીને ઘરે પરત ફરતા હરિયા ગામના 2 વિદ્યાર્થીઓને અતુલ રેલવે સ્ટેશન નજીક વીજ કરંટ લાગ્યો હતો. બન્ને વિદ્યાર્થીઓએ ઘરે જવા માટે શોર્ટકટ માર્ગ પસંદ કર્યો હતો. તેઓએ ઊભેલી માલગાડીના ડબ્બા પર ચડીને રેલવે ટ્રેક ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો હતો, જ્યાં ટ્રેન ઉપરના હાઈ વોલ્ટેજ વીજ તારનો સ્પર્શ થયો હતો. જેના કારણે બન્ને વિદ્યાર્થીઓને વીજ કરંટ લાગ્યો હતો.
ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ રેલવે પોલીસ અને સ્થાનિક સુરક્ષા તંત્ર ઘટના સ્થળે દોડી આવી આગળની તપાસ હાથ ધરી હતી.