અમે પથ્થરબાજ કે ગ્રેનેડ ફેંકનારા નથી : ફારુક અબ્દુલ્લા

New Update
અમે પથ્થરબાજ કે ગ્રેનેડ ફેંકનારા નથી : ફારુક અબ્દુલ્લા

આર્ટિકલ 370 અંગે ફારુક અબ્દુલ્લા ભડક્યા હતા અને પત્રકારોને કહ્યું હતું કે અમે પથ્થરબાજ કે ગ્રેનેડ ફેંકનારા નથી અમે શાંતિમાં વિશ્વાસ રાખીએ છીએ અને અમે શાંતિથી અમારી લડાઇ લડીશું.

કેન્દ્ર સરકાર દ્વારા આર્ટિકલ 370ને હટાવવા પર લેવામાં આવેલા નિર્ણય બાદ બધાને એક સવાલ છે. આ બધામાં જમ્મુ-કાશ્મીરના નેતાઓ ક્યા છે. મેહબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાની તો ધરપકડ કરવામાં આવી છે, પરંતુ આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા ક્યા છે. અમિત શાહે પણ લોકસભામાં કહ્યું હતું કે, તેમને હાઉસ અરેસ્ટ નથી કરવામાં આવ્યા અને નથી તેમને અરેસ્ટ કરવામાં આવ્યા, તેઓ પોતાની મરજીથી ઘરે છે.

આ અંગે નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાનું નિવેદન સામે આવ્યું છે. તેઓ ભડકી ગયા હતા અને કહ્યું હતું કે, આર્ટિકલ 370 પર મોદી સરકારના નિર્ણય વિરુદ્ધ અમે કોર્ટ જઇશું. અમે પથ્થરબાજ કે ગ્રેનેડ ફેંકનારા નથી. આ અમારી હત્યા કરવા માગે છે. અમે શાંતિમાં વિશ્વાસ રાખીએ છીએ અને અમે શાંતિથી અમારી લડાઇ લડીશું.

#Connect Gujarat #News #Gujarati News #Gujarat News #Beyond Just News
Latest Stories