Connect Gujarat
Featured

અમદાવાદ : લોકડાઉનનો ત્રીજો દિવસ : અમદાવાદીઓ ઘરમાં થયા “લોકડાઉન”

અમદાવાદ : લોકડાઉનનો ત્રીજો દિવસ : અમદાવાદીઓ ઘરમાં થયા “લોકડાઉન”
X

ગુજરાતના સૌથી વ્યસ્ત ગણાતા અમદાવાદ શહેરમાં હાલ કરફયુમય માહોલ જોવા મળી રહયો છે અને તેનું કારણ છે લોકડાઉન.. લોક ડાઉનના કારણે લોકો પોતાના ઘરોમાં કેદ થઇ ગયાં છે પણ કેટલાક લોકો હજી ઘરની બહાર નીકળી રહયાં હોવાથી પોલીસ તેમની સામે કડક હાથે કાર્યવાહી કરી રહી છે.

વિશ્વમાં જે પ્રમાણે કોરોનની મહામારી ચાલી રહી છે તેને પગલે ભારતમાં સલામતીના કારણોસર 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. અનાજ, કરિયાણા અને જીવન જરૂરીયાતની વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો ચાલુ રાખવામાં આવી છે. લોક ડાઉનના ત્રીજા દિવસે અમદાવાદીઓ પોતાના ઘરોમાં રહયાં હતાં. 24 કલાક ધમધમતાં રહેતાં અમદાવાદ શહેરમાં કરફયુમય માહોલ જોવા મળ્યો હતો.જીવન જરૂરીયાતની વસ્તુઓ ખરીદવા નીકળવા માટે નીકળેલા લોકો સિવાય રસ્તાઓ પર પાંખી હાજરી જોવા મળી હતી. કોઇ પણ જાતના કામ વગર બહાર નીકળતાં લોકો સામે પોલીસ કડક હાથે કાર્યવાહી કરી રહી હોવાથી કામ વગર બહાર નહી નીકળવું હિતાવહ રહેશે.

Next Story