અમદાવાદમાં 12 જૂનના રોજ એર ઈન્ડિયાના ક્રેશ થયેલા પ્લેન દુર્ઘટનાનો પ્રાથમિક તપાસ અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ રિપોર્ટમાં ઘણી ચોંકાવનારી માહિતી જાહેર કરી છે. આ રિપોર્ટ મુજબટેકઓફ થયાની થોડીક સેકન્ડ પછી વિમાનના બંને એન્જિન અચાનક બંધ થઈ ગયા હતા. જે વિમાન ક્રેશનું મોટું કારણ બની હોવાની શક્યતા છે.

AAIBએ વિમાનના એન્જિનને મળતો ઈંધણનો પુરવઠો બંધ થવા જેવી ઘણી મહત્વપૂર્ણ બાબતો તરફ ધ્યાન દોર્યું છે.જોકેતપાસ બ્યુરોએ કહ્યું છે કે આ રિપોર્ટ પ્રારંભિક છે. હાલમાંઅકસ્માતની વિગતવાર તપાસ ચાલી રહી છે.

AAIBના રિપોર્ટ મુજબએર ઇન્ડિયાના વિમાને ટેસ્ટિંગ દરમિયાન સવારે લગભગ 8:08 વાગ્યે 180 નોટની મહત્તમ એરસ્પીડ પ્રાપ્ત કરી હતી.ત્યાર બાદ અચાનક બંને એન્જિનના ફ્યુઅલ કટ-ઓફ સ્વીચો જે એન્જિનમાં ઇંધણ મોકલે છે, ‘રન’ થી કટઓફ પોઝિશન પર ગયા હતા. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના ફક્ત 1 સેકન્ડના અંતરે બની હતી. આ સમય દરમિયાન એન્જિનમાં ઇંધણ આવવાનું બંધ થઈ ગયું. જો કે અંતિમ નિષ્કર્ષ હજુ આવવાનો બાકી છે.

AAIBના તપાસ રિપોર્ટમાં કોકપીટમાં પાઇલટ્સ વચ્ચે થયેલી વાતચીતની માહિતી પણ પ્રકાશમાં આવી છે.કોકપીટ વોઇસ રેકોર્ડર મુજબએક પાઇલટે બીજા પાઇલટને પૂછ્યું કે તમે એન્જિન કેમ બંધ કર્યુંઆ પ્રશ્નના જવાબમાંબીજા પાઇલટે કહ્યું કે મેં કંઈ કર્યું નથી. બંને પાઇલટ્સ વચ્ચેની વાતચીતથી સ્પષ્ટ થયું છે કે એન્જિનમાં ઇંધણ આવતું બંધ થયું હતું.