/connect-gujarat/media/media_files/2026/02/19/adhrwahsa-2026-02-19-10-08-25.png)
ડિજિટલ ઈન્ડિયાના યુગમાં હવે સરકારી દસ્તાવેજો મેળવવા ખૂબ જ સરળ બની ગયા છે. ભારત સરકારની 'MyGov Helpdesk' સેવા દ્વારા તમે હવે તમારા મોબાઈલમાં વોટ્સએપનો ઉપયોગ કરીને જ આધાર કાર્ડ (Aadhaar Card) અને પાન કાર્ડ (PAN Card) જેવા મહત્વના ડોક્યુમેન્ટ્સ ગમે ત્યારે ડાઉનલોડ કરી શકો છો.
કયા દસ્તાવેજો ડાઉનલોડ કરી શકાય છે?
MyGov હેલ્પડેસ્ક દ્વારા તમે 'DigiLocker' સેવાનો ઉપયોગ કરીને નીચેના દસ્તાવેજો મેળવી શકો છો:
આધાર કાર્ડ
પાન કાર્ડ
ડ્રાઇવિંગ લાયસન્સ
૧૦મી અને ૧૨મીની માર્કશીટ
વાહનનું આરસી બુક (RC Book)
વીમા (Insurance) ના દસ્તાવેજો
WhatsApp પર આધાર કાર્ડ મેળવવાની રીત:
૧. નંબર સેવ કરો: સૌ પ્રથમ તમારા મોબાઈલમાં ભારત સરકારનો સત્તાવાર હેલ્પડેસ્ક નંબર +91-9013151515 સેવ કરો.
૨. મેસેજ મોકલો: WhatsApp ઓપન કરો અને આ સેવ કરેલા નંબર પર 'Hi' અથવા 'Digilocker' લખીને મેસેજ મોકલો.
૩. સેવા પસંદ કરો: સામેથી તમને મેનૂ મળશે, જેમાં તમારે 'Digilocker Services' પર ક્લિક કરવાનું રહેશે.
૪. લોગિન કરો: તમારી પાસે પૂછવામાં આવશે કે શું તમારી પાસે DigiLocker એકાઉન્ટ છે? જો હોય તો 'Yes' કહો. ત્યારબાદ તમારો ૧૨ અંકનો આધાર નંબર ટાઈપ કરો.
૫. OTP વેરિફિકેશન: તમારા આધાર સાથે લિંક થયેલા મોબાઈલ નંબર પર એક OTP આવશે, તેને ચેટમાં મોકલો.
૬. ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરો: હવે તમારા DigiLocker માં સેવ કરેલા તમામ દસ્તાવેજોનું લિસ્ટ દેખાશે. તમારે જે દસ્તાવેજ (દા.ત. આધાર કાર્ડ) જોઈએ છે તેનો નંબર લખીને મોકલો. થોડી જ સેકન્ડમાં તમારું ડોક્યુમેન્ટ PDF ફોર્મેટમાં ચેટમાં આવી જશે.
આ સુવિધાના ફાયદા:
ઝડપી અને સુરક્ષિત: કોઈ પણ સરકારી વેબસાઈટ પર લોગિન કર્યા વગર તરત દસ્તાવેજો મળે છે.
ગમે ત્યાં ઉપયોગી: મુસાફરી દરમિયાન કે તાત્કાલિક જરૂરિયાત સમયે આ PDF માન્ય ગણાય છે.
મફત સેવા: આ સુવિધા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવો પડતો નથી.