Connect Gujarat
દેશ

પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત ફેશન ડિઝાઇનર વેન્ડેલ રોડ્રિક્સનું 59 વર્ષની વયે ગોવામાં નિધન

પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત ફેશન ડિઝાઇનર વેન્ડેલ રોડ્રિક્સનું 59 વર્ષની વયે ગોવામાં નિધન
X

ગોવાના ખ્યાતનામ ફેશન ડિઝાઇનર વેન્ડેલ રોડ્રિક્સનું 59 વર્ષની વયે નિધન થયું છે.

વેન્ડેલનો મૃતદેહ ગોવામાં સ્થિત એમના ઘરમાંથી મળી આવ્યો છે. તેઓ એક ફેશન ડિઝાઇનરની

સાથે-સાથે લેખક, પર્યાવરણ

એક્ટિવિસ્ટ માટે પણ જાણીતા હતા. તેમણે 2003માં અમિતાભ બચ્ચન અને કેટરીના

કૈફની વિવાદાસ્પદ ફિલ્મ બૂમમાં કૈમિયો રોલ પ્લે કર્યો હતો. આ સિવાય 2008માં આવેલી ફેશન ફિલ્મમાં પોતોના

કેરેક્ટરને ભજવ્યું હતું.

2014માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત

રોડ્રિક્સનો જન્મ 28 મે 1960માં થયો હતો, તેઓ ગોવાના કેથોલિક પરિવાર સાથે

સંબંધ ધરાવતા હતા. 2002માં

પેરિસમાં જેરોમ મારેલ સાથે લગ્ન કર્યા હતા. વેન્ડેલ કેટલાક સમય પહેલા ગ્રેમી

એવોર્ડમાં પ્રિયંકા ચોપડાના ડ્રેસ પર ટિપ્પણીને કારણે ચર્ચિત બન્યા હતા.

Next Story