પાદરા : બે બાઇક વચ્ચેના અકસ્માતમાં યુવાનો પર ટ્રક ફરી વળતા બેના મોત, બે ઘાયલ

New Update
પાદરા : બે બાઇક વચ્ચેના અકસ્માતમાં યુવાનો પર ટ્રક ફરી વળતા બેના મોત, બે ઘાયલ

બે યુવાનના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા,જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તોને દવાખાને ખસેડવામાંઆવ્યા હતા.પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

પાદરા થી બોરસદ તરફ જવાના માર્ગ ૫૨ આવેલા પાદરા મુજપુર મહી નદીના બ્રિજ પર બુઘવાર મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે બાઇક સવાર ઉપર ટ્રક ફરી વળતા આ અકસ્માતમાં બે યુવાનોના ઘટના સ્થળે જ ગંભીર ઇજાઓના પગલે મોત નિપજયા હતા.

પ્રાપ્ત વિગત અનુસાર પાદરાના મુજપુર બ્રિજ ૫૨ થયેલા અકસ્માતમાં ગંભીરા ગામના યુવાનો મોટર સાઇકલ ૫૨ લગ્ન પ્રસંગ પતાવીને ગંભીરા ગામે પરત જઇ રહયા હતા. તે જ સમયે બ્રીજ પર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે બાઇક સામ-સામે અથડાતા બાઇકસવાર યુવાનો નીચે પટકાયા હતા. રોડ પર પટકાયેલા આ યુવાનો પર પાછળ થી આવતી ટ્રક ફરી વળતા, ટ્રકના તોતીંગ પૈંડા નીચે યુવાનો કચડાઈ ગયા હતા. જેમાં મયંક શૈલેષભાઈ ચાવડા ઉ.વ. ૨૦ અને પ્રકાશ પુનમભાઈ પરમાર ઉ.વ. ૨૩ બન્ને રહેવાસી આંકલવા તાલુકાના ગંભીરા ગામનાનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયુ હતું. જયારે અન્ય બાઇક પર સવાર બે યુવાનોને ઈજાઓ થતાં બંન્નેવને વડોદરા ખાતે હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ દ્વારા બન્ને યુવાનોના મૃતદેહને પાદરાના સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી આરંભી હતી.

Latest Stories