Connect Gujarat
Featured

પાકિસ્તાનમાં કોરોનાના 1200થી વધુ પોઝિટિવ કેસ, ચીન પાસેથી મદદ મેળવવા સરહદ ખોલી

પાકિસ્તાનમાં કોરોનાના 1200થી વધુ પોઝિટિવ કેસ, ચીન પાસેથી મદદ મેળવવા સરહદ ખોલી
X

પાકિસ્તાનમાં કોરોનાના 1200થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ રોગચાળાને પહોંચી વળવા પાકિસ્તાને ચીનની મદદ મેળવવા પોતાની સરહદો ખોલી દીધી છે.

પાકિસ્તાને ચીનથી તબીબી ઉપકરણો લેવા માટે પોતાની સરહદો ખોલી દીધી છે. કોરોના વાઈરસ સામે લડવામાં સમગ્ર વિશ્વમાં પાકિસ્તાન પણ સામેલ છે. પાકિસ્તાનમાં શુક્રવાર સુધીમાં 1,200 લોકોમાં કોરોના વાઈરસના સંક્રમણની પુષ્ટિ થઈ છે.

ચીને ગુરુવારે પાકિસ્તાનને એક દિવસ માટે બંને દેશોની સરહદો ખોલવા જણાવ્યું હતું જેથી કોરોના સામે લડવાની દવાઓ અને તબીબી પુરવઠો મોકલી શકાય. ગર્વનરે કોરોના વાઈરસને રોકવા માટે મુખ્યત્વે ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ દ્વારા વાપરવામાં આવતા 200,000 ફેસ માસ્ક, 2,000 એન-95 ફેસ માસ્ક, પાંચ વેન્ટિલેટર, 2,000 ટેસ્ટ કીટ આપવા માટે જણાવ્યું હતું.સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર પાકિસ્તાનમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1235 થઇ ગઇ છે. જેમાંથી 429 સિંધ પ્રાંતના છે.

Next Story