Connect Gujarat
દુનિયા

પાકિસ્તાન સામે સંકટ : ભારતીય ચલણ સામે પાકિસ્તાની ચલણની થઈ અડધી કિંમત

પાકિસ્તાન સામે સંકટ : ભારતીય ચલણ સામે પાકિસ્તાની ચલણની થઈ અડધી કિંમત
X

  • IMFથી બેલઆઉટ પેકેજ માટે પાકિસ્તાની સરકારે જે શરતો મંજૂર રાખી તેને લઇ અટકળોનું બજારથયું ગરમ.
  • રોકાણકારોને પાકિસ્તાનના ભવિષ્યને લઇનેચિંતા, પાકિસ્તાની રૂપિયાનો રેકોર્ડ નીચલા સ્તરે પહોચ્યો.

ભારતીય રૂપિયો પાડોશી દેશ પાકિસ્તાની રૂપિયાથી બમણી કિંમતનો થઇ ગયો છે. ભારતીય રૂપિયો ડોલરની સરખામણીએ 70 પર હતો જ્યારે પાકિસ્તાની રૂપિયો 150ના સ્તરે પહોંચી ગયો. છેલ્લાં કેટલાંક મહિનાથી પાકિસ્તાની રૂપિયો સતત નીચલા સ્તરે છે, પરંતુ આ વર્ષે માર્ચ સુધી ભારતીય રૂપિયાની સરખામણીએ તેની કિંમત અડધી પણ નથી થઇ.

આ સપ્તાહે પાકિસ્તાની રૂપિયો નીચલા સ્તર પર આવી ગયો છે. થોડાં દિવસ અગાઉ IMF (ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ) પાકિસ્તાનને 6 અબજ ડોલરનું બેલઆઉટ પેકેજ આપવા સહમત થયું હતું. IMF 1980થી અત્યાર સુધી પાકિસ્તાનને 12 વખત રાહત પેકેજ આપી ચૂક્યું છે અને આ વખતે નાણાકીય સંકટમાંથી બહાર આવવા પાકને 13મું પેકેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પાકિસ્તાની રૂપિયાનો ભાવ છેલ્લાં એક વર્ષમાં 20 ટકાથી વધુ ઘટી ગયો છે અને આ ડોલરની સરખામણીએ એશિયાનું સૌથી નીચા સ્તરનું ચલણ બની ગયું છે. કમજોર ચલણના કારણે દેશમાં મોંઘવારી વધી રહી છે. હાલ પાકિસ્તાન 8 ટકાની મોંઘવારી દરનો સામનો કરી રહ્યું છે. અહીં વીજળીની સાથે સાથે પેટ્રોલ-ડિઝલ, ગેસ જેવા ઇંધણના દામ પણ ચરમસીમા ઉપર છે.

પાકિસ્તાનમાં ઇમરાન ખાન સરકારને રાહત પેકેજ માટે IMFની કઇ-કઇ શરતો મંજૂર રાખી છે તેની અટકળો આગમાં ઘી હોમવાનું કામ કરી રહી છે. રોકાણકારો પાકિસ્તાનમાં ડોલરના અપૂરતા પુવરઠાથી ખૂબ જ ડરેલા છે. IMFએ બજાર-નિર્ધારિત એક્સચેન્જ રેટની વાત કહી હતી, પરંતુ વાસ્તવિક શરતો પર હજુ સુધી કોઇ અંતિમ નિર્ણય આવ્યો નથી.

પાકિસ્તાની સરકારે ગગડતા રૂપિયાને બચાવવા એક સમિતિ બનાવી છે. પાકિસ્તાન સરકાર દ્વારા પ્રવાસ માટે વિદેશ જઇ રહેલા પાકિસ્તાનીઓને સીમિત માત્રામાં ડોલર આપવાનો નિર્ણય લઇ શકે છે. આ રકમ 10,000 ડોલરથી ઘટાડીને 3,000 ડોલર થઇ શકે છે. આ નિર્ણયથી પાકિસ્તાનના ખજાનામાં એક વર્ષમાં 2 અબજ ડોલર વધુ બચી શકશે.

પાકિસ્તાનની કેન્દ્રિય બેન્ક સોમવારે નવા નીતિગત દરોની જાહેરાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે ગત 10 મેના રોજ પુરાં થયેલા અઠવાડિયામાં પાકિસ્તાનની ફોરેન એક્સચેન્જ રિઝર્વ 13.80 અબજ ડોલર ઘટાડીને 8.846 અબજ ડોલર બચ્યો છે. આ રકમથી પાકિસ્તાન માત્ર ત્રણ મહિનાથી પણ ઓછી જરૂરી સામાગ્રીની આયાત કરી શકે છે.

Next Story