/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-201.jpg)
પાલનપુરમાં આજે હાર્દિક પટેલને રોકવામાં આવ્યો હતો. હાર્દિક પટેલ જેલમાં સજા ભોગવી રહેલા સંજીવ ભટ્ટને મળવા પોહચ્યો હતો. જ્યાં 300 બહેનો સાથે સંજીવ ભટ્ટને રાખડી બાંધવાનો કાર્યક્રમ હતો.
હાર્દિક પટેલ પાલનપુર પહોંચતા જ હાઈવે પર તેને રોકી દેવામાં આવ્યો હતો. તેમજ જેલ બહાર 300 બહેનોને પણ રોકી દેવાઈ હતી. જોકે આ મામલે કોંગ્રેસ કાર્યકર્તાએ પોલીસને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કોંગી કાર્યકરોની કોશિશ નાકામ રહી હતી. 300 બહેનો સાથે જેલમાં જ સંજીવ ભટ્ટને રાખડી બાંધવાના કાર્યક્રમને મજૂરી ના મળતાં પોલીસ દ્વારા હાર્દિક પટેલને રોકી પશ્ચિમ પોલીસ મથકે લઈ જવાયો હતો. જોકે હાર્દિક પટેલને રોકવામાં આવતાં હાર્દિકના સમર્થકોનુ મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. હાર્દિકને પાલનપુર પહોંચતા જ જેલની સુરક્ષામાં પણ વધારો કરી દેવાયો હતો. જેલમાં સજીવ ભટ્ટને 300 બહેનો સાથે રાખડી બાંધવાનો કાર્યક્રમ મજૂરી ના મળતાં કાર્યક્રમ હાલમાં બંધ રખાયો હતો.