Connect Gujarat
ગુજરાત

પાલેજ : સાંસરોદ ગામમાં નજીવી બાબતે એક માજીને કાન પર ચપ્પુ મારતા પોલીસ ફરિયાદ

પાલેજ : સાંસરોદ ગામમાં નજીવી બાબતે એક માજીને કાન પર ચપ્પુ મારતા પોલીસ ફરિયાદ
X

પાલેજ નજીક વેલા કરજણ તાલુકાના સાંસરોદ ગામમાં નજીવી બાબતે ઝુલેખા બેન મોહમ્મદભાઈ દમભાઇ તૂટલા પર ચપ્પુ વડે હુમલો કરતાં સમગ્ર મામલો પોલીસ મથકમાં પહોંચતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજ નજીક વેલાં સારોદ ગામના ચકલા શેરીમાં રહેતા ઝુલેખા બેન તુટલાને ત્યાં ગતરોજ સાંજના સુમારે જુલેખાબેન પોતાના ઘરના ઓટલા ઉપર બેઠા હતા. ત્યારે સાંસરોદ ગામના વલણ વાળાનો છોકરો જેનું નામ ઠામ જાણવા મળેલ નથી તે ઝુલેખાબેનને લગ્નની કંકોત્રી આપવા આવ્યો હતો.

તે વખતે ઝુલેખા બેન કંકોત્રી આપવા વેલા છોકરા સાથે વાતો કરતા હતા ત્યારે પડોશમાં રહેતા દાઉદભાઇ વલીભાઇ ચાચડની મોટી દીકરી તાહેરાબેનને કંકોત્રી આપવા આવેલા છોકરાને જોઇને કહેવા લાગેલા કે તારી માં ડોશીને ભેંસને કંકોત્રી પણ એવું કહેતાં ઝુલેખાબેને તાહેારને એવું કહ્યું કે તું મને કેમ કેમ બોલે છે મેં તારું શું બગાડ્યું છે કે તું મને ભેંસ કહે છે. એટલું કહેતાં તાહેરા ઉશ્કેરાઈ જઈ અને ફરીયાદીને ફરી દોશી દોશી કરી ઝુલેખાબહેનને ખરાબ ગાળો બોલી, બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો.

ઝઘડો થતાં તાહેરાનું ઉપરાણું લઈ તેના બે ભાઇઓ મહેબુબ દાઉદ ચાચડ, હારૂન દાઉદ ચાચડ તથા તાહેરાની નાની બહેન સલમા દાઉદ ચાચડ નાઓએ અભદ્ર ભાષામાં ગાળો આપી ઝુલેખા બહેનના ઘરે દોડી જઇ તાહેરાના હાથમાં રહેલી છરીનો એક ઘા ઝુલેખા બેનના ડાબા કાનની પાછળ મારી દેતા તેઓને ઇજા થતા લોહી નીકળતા તેઓ નીચે પડી ગયા હતા.

આ વખતે તાહેરાના ભાઇઓ મહેબુબ તથા હારૂન તથા તેની બહેન સલમાએ ભેગા મળી ઝુલેખા બેનને ડોશી દોશી કરી મુક્કાથી તેમજ પાટુનો માર મારતા ઝુલેખા બેને બુમાબુમ કરતાં ફળિયાના માણસો દોડી આવતા ડોશી બચી ગઈ તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી ચારેય તહોમતદારો નાસી ગયેલા અને છરી મારતાં ઇજાગ્રસ્ત થયેલા ઝુલેખા બેનને સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સમાં પાલેજ સામુહિક રોગ્ય કેન્દ્રમાં ખસેડાયાં હતાં. જે સંદર્ભે ઝુલેખા બેને ઉપરોક્ત ચાર ઇસમો વિરુદ્ધ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story