Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : શહેરા તાલુકાના પસનાલ ગામમાં રાજીવ ગાંધી ભવનની કામગીરી અધુરી

પંચમહાલ : શહેરા તાલુકાના પસનાલ ગામમાં રાજીવ ગાંધી ભવનની કામગીરી અધુરી
X

પંચમહાલના શહેરા તાલુકાના પસનાલ ગામમાં રાજીવ ગાંધી ભવનની કામગીરી પાછલા કેટલાક મહિનાઓથી અધુરી, આ રાજીવ ભવનમાં પશુઓ માટેનું ઘાસ મુકવામાં આવી રહ્યું છે.

શહેરા તાલુકાના પસનાલ ગામમાં રાજીવ ગાંધી ભવનની

કામગીરી છેલ્લા કેટલાક મહિનાઓથી અધુરી મુકવામાં આવી છે.હાલમાં આ રાજીવ ગાંધી

ભવનમાં પશુ માટેનું ઘાસ મુકવામાં આવી રહયું છે. રાજીવ ગાંધી ભવન બનાવવા માટે સરકાર

દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં આ રાજીવ ગાંધી ભવન ગ્રામજનો માટે શોભાના ગાંઠિયા સમાન બન્યુ છે.

રાજીવ ગાંધી ભવનની કામગીરી ક્યાં કારણોસર

પૂર્ણ કરવામાં આવતી નથી તે તપાસ કરવામાં પણ સંબંધિત અધિકારીઓને આળસ કેમ છે.

શહેરા તાલુકાના પસનાલ ગામમાં ગ્રામજનોના હિત

માટે રાજીવ ગાંધી ભવન નવીન બનાવવા માટે સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ જે તે

સમયે ફાળવવામાં આવી હતી.પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ રાજીવ ગાંધી ભવનની કામગીરી

અધુરી છે.તેમજ આ રાજીવ ગાંધી ભવનમાં બારી બારના પણ બેસાડવામાં આવ્યા નથી. ગામમાં

રાજીવ ગાંધી ભવનની કામગીરી અધૂરી હોય અને તેને પૂર્ણ કરવામાં સબંધિત અધિકારીઓ

દ્વારા કોઈ ગંભીરતા લેવામાં આવી નથી. રાજીવ ગાંધી ભવનની કામગીરી ક્યાં કારણોસર

અધુરી છે.તે તપાસ કરવામાં પણ તાલુકા પંચાયતના અધિકારીઓ આળસ દેખાડી રહયાં હોય તેમ

હાલ લાગી રહયુ છે.રાજીવ ગાંધી ભવન પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કર્યા પછી પણ ગ્રામજનો

ઉપયોગમાં લઈ શકે તેમ નથી.

આ રાજીવ ગાંધી ભવનમાં પશુઓના ચારા માટેનું ઘાસ

મુકવામાં આવી રહયું છે. રાજીવ ગાંધી ભવન માટે સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ

ફાળવવામાં આવ્યા બાદ પણ સરકારનો જે હેતુ હતો તે અહીં સાર્થક થતો ન હોય તેવું આ

રાજીવ ગાંધી ભવનની અધુરી કામગીરીને જોતા લાગી રહ્યું છે. ત્યારે તાલુકા વિકાસ

અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ આ રાજીવ ગાંધી

ભવનની કામગીરી સામે આળસ ખંખેરી કડક કાર્યવાહી હાથ ધરે તેવુ અહીંના ગ્રામજનો પણ

ઈચ્છી રહ્યા છે.

Next Story