Connect Gujarat
ગુજરાત

હવે સ્ટેચ્યુ ઓફ યુનીટીની પતંગો અને પતંગ કેક બની આકર્ષણનું કેંન્દ્ર…!

હવે સ્ટેચ્યુ ઓફ યુનીટીની પતંગો અને પતંગ કેક બની આકર્ષણનું કેંન્દ્ર…!
X

ઉતરાયણને હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે હવે બઝારમાં ઘરાકી જોવા મળી રહી છે. જેમાં આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પતંગો આ વખતે પતંગ બજારમાં હોટફેવેરાઈટ છે. તો બીજી તરફ ઉતરાયણના દિવસે જેમનો જન્મ દિવસ હોય તેવા ઉતરાયણ રસિકો માટે જન્મ દિવસની ઉજવણી માટે પતંગ કેક પણ બજારમાં આવી છે અને પતંગ કેકે પણ આકર્ષણ જમાવ્યું છે.

મહીસાગર જિલ્લાના વડા મથક લુણાવાડાના બઝારમાં વિવિધ વેરાયટીની પતંગો જોવા મળી રહી છે. ઉતરાયણના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બઝાર માં વિવિધ વેરાયટી ની પતંગ અને દોરીની ખરીદી નીકળી છે. આ વખતે પતંગ બજારમાં વિવિધ કાર્ટુન કેરેક્ટર સહિત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ફોટા સાથેની લાલ કિલ્લાની, નરેન્દ્રભાઈ મોદી દ્વારા હેપ્પી મકરસંક્રાંતિની શુભ કામના વાળી, નરેન્દ્રભાઈ મોદી અને રાહુલ ગાંધીના મહાસંગ્રામ વાળી તેમજ કેવડિયામાં બનાવામાં આવેલ સરદાર પટેલના સ્ટુચ્યું ઓફ યુનિટીની પતંગો પતંગ બજારમાં હોટફેવેરાઈટ છે.

બીજી તરફ પતંગ અને દોરીના ભાવમાં વધારો થયેલ છે. પરંતુ ઉતરાયણના શોખીન ઉતરાયણનો તહેવાર ઉજવામાં કચાસ નથી રાખવા માંગતા અને ઉત્સાહભેર પતંગ રસિકો પતંગ દોરીની ખુબ ખરીદી કરી રહ્યા છે. આ વખતની ઉતરાયણનું પર્વ લુણાવાડામાં અલગ રીતે ઉજવાયતે માટે બજારમાં પતંગ વ્યાપારીઓ ગ્રાહકોની પસંદગીનો ખ્યાલ રાખ્યો છે. તો બીજી તરફ લુણાવાડામાં કેકનું ઉત્પાદન કરતા મોન્જીનીઝ કેક શોપ તરફથી ઉતરાયણના દિવસે જન્મ દિવસ આવતો હોય તેવા ગ્રહકો પોતાનો જન્મ દિવસ અનોખી કેક કાપી ઉતરાયણ પર્વ અને જન્મ દિવસ ઉજવી શકે તે માટે વિવિધ પ્રકારની પતંગ કેકનું ઉત્પાદન કરી બજારમાં લાવી ગ્રહકોમાં આકર્ષણ જમાવ્યું છે.

Next Story