Connect Gujarat
ગુજરાત

મહિલાઓ આનંદો ! પાણી પુરી પર કોઇ પ્રતિબંધ નથી...

મહિલાઓ આનંદો ! પાણી પુરી પર કોઇ પ્રતિબંધ નથી...
X

વડોદરાના મ્યુનિસિપલ કમિશન અજય ભાદુએ પાણીપુરી પર પ્રતિબંધ મુદ્દે કરી સ્પષ્ટતા : કોઇ પ્રતિબંધ નથી

કે ફૂડની ગુણવત્તા જાળવવા માટે ચેકિંગ ચાલુ રહેશે

મહિલાઓને પ્રિય એવી પાણીપુરી પર વડોદરામાં પ્રતિબંધ મુકવાની વાતના મુદ્દે આજે એક મહત્વની બાબત સામે આવી છે. વડોદરાના કોર્પોરેશન વિભાગ સંચાલિત આરોગ્ય શાખાએ સ્પષ્ટ કરી દીધું કે, પાણીપુરીના વેંચાણ પણ કોઈ પ્રતિબંધ નથી. વડોદરા મ્યુનિસિપલ કમિશનરે ટ્વીટ દ્વારા માહિતી આપી હતી કે પાણીપુરી પર પ્રતિબંધ નથી. વડોદરાના મ્યુનિસિપલ કમિશન અજય ભાદુએ પાણીપુરી પર પ્રતિબંધ મુદ્દે સ્પષ્ટતા કરી દિધી છે. તે ઉપરાંત તેમણે જણાવ્યું છે કે ફૂડની ગુણવત્તા માટે ચેકિંગ ચાલુ રહેશે.

ઉલ્લેખનિય છે કે વડોદરા સહિતના રાજ્યના કેટલાક મોટા શહેરોમાં પાણીપુરી કેવી ખરાબ સ્થિતિમાં બને છે,તેમાં વપરાતા બટાકા કેટલા ખરાબ હોય છે. તેમજ પકોડીની વપરાશમાં લેવાતું પાણી કેટલી હદે બિનઆરોગ્યપ્રદ હોય છે. તેની ઝુંબેશ ચાલી રહી છે. તમામ શહેરોના મ્યુનિસિપાલિટીની હસ્તકની આરોગ્ય શાખાના સેનિટરી ઇન્સ્પેક્ટર્સ બિનઆરોગ્યપ્રદ પાણીપુરી વેંચતા ખુમચા, દુકાનો અને લારીવાળાઓ વિરુદ્ધ તકેદારીના ભાગરૂપે તપાસણી અને કાર્યવાહી કરી રહ્યાં છે. એટલું જ નહિ,પાણીપુરીના ઉપયોગમાં લેવાતા સડેલા બટેકા, ચણા, મસાલાવાળા ગંદા પાણીનો નાશ પણ કરી રહ્યાં છે.

Next Story