Connect Gujarat
Featured

ભરૂચ : પાનોલીની પ્રોલાઇફ ઇન્ડસ્ટ્રીઝ ખાતે "સલામતી સપ્તાહ"નો કરાયો પ્રારંભ

ભરૂચ : પાનોલીની પ્રોલાઇફ ઇન્ડસ્ટ્રીઝ ખાતે સલામતી સપ્તાહનો કરાયો પ્રારંભ
X

ભરૂચ જિલ્લાના પાનોલી જી.આઇ.ડીસી.માં આવેલી પ્રોલાઇફ ઇન્ડસ્ટ્રીઝમાં બુધવારના રોજથી સલામતી સપ્તાહની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે.

પ્રોલાઇફ

ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતાં કર્મચારીઓની સુરક્ષા તેમજ સલામતી માટે કટિબધ્ધ પ્રોલાઇફ

ઇન્ડસ્ટ્રીઝમાં એક સપ્તાહ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. કામ કરતી વેળા

સલામતીના કયાં પગલાં ભરવા જોઇએ, આકસ્મિક બનાવોમાં શું કરવું જોઇએ સહિતનું

માર્ગદર્શન અને તાલીમ નિષ્ણાંતો દ્વારા આપવામાં આવશે. સલામતી સપ્તાહના પ્રારંભ અવસરે

કંપનીના મેનેજીંગ ડીરેકટર એમ.એસ.જોલી સહીતનો સ્ટાફ ઉપસ્થિત રહયો હતો. કંપનીમાં ફરજ

બજાવતાં દરેક કર્મચારીની સલામતી અને સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવી રહયું

હોવાનું કંપનીના એમ.ડી.એ જણાવ્યું હતું.

Next Story