/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-432.jpg)
ગત રોજ પાનોલી જીઆઇડીસી પાસે થી પસાર થતી વનખાડીમાં તીવ્ર વાસ અને લાલ કલરનું પાણી વેહતું હતું અને એ પાણી ઉમરવાડાના ખેતરો સુધી પહોંચતા ખેડૂતો દ્વારા ફરિયાદ કરાઈ હતી.
ભૂતકાળ માં પણ અનેક વખતે આ વનખાડીમાં પાનોલીના ઓદ્યોગિક એકમો દ્વારા તેમના એફ્લુએન્ટ નું નિકાલ વરસાદી પાણી માં કરતા આવી ઘટનાઓ બની છે અને આ વન ખાડી એ વરસાદી ખાડી છે. તેમાંથી હાંસોટ તાલુકાના ખેડૂતો આ પાણીનો ઉપયોગ ખેતીમાં કરે છે. આવા પ્રદુષિત પાણી થી જમીનો, જળચળ તેમજ પર્યાવરણને પણ ગંભીર નુકસાન થાય છે.
ચોમાસાની ઋતુમાં પાનોલીના નોટીફીએડ ઓથોરીટી દ્વારા વરસાદી પાણી અને પ્રદુષિત પાણીને પાળા બાંધી રોકવામાં આવે છે ઓછા વરસાદમાં આ પ્રદુષિત પાણી કોતરોમાં રોકાઈ જમીનમાં ઉતરી જાય છે. પરંતુ જયારે વરસાદ વધારે આવે ત્યારે આ પાળા તૂટી જાય છે અને આ પાણી વન ખાડી માં જાય છે. અને આવું દરેક વર્ષે અને દરેક વરસાદ માં થતું હોવા છતા આને રોકવાનું કોઈ પણ આયોજન થયું નથી. અને વર્ષો થી પર્યાવરણને ગંભીર નુકશાન થતું આવ્યું છે જેની ભરપાઈ કરવી પણ મુશ્કેલ છે.