Connect Gujarat
ગુજરાત

નવારાત્રીમાં પાવાગઢ ખાતે ભક્તોનો ધસારો, લાખો ભકતોએ કર્યા માતાજીનાં દર્શન કર્યા

નવારાત્રીમાં પાવાગઢ ખાતે ભક્તોનો ધસારો, લાખો ભકતોએ કર્યા માતાજીનાં દર્શન કર્યા
X

આજે આઠમના પગલે ભકતોનો વધુ ધસારો રહેશે, સ્થાનિક વહીવટી તંત્ર સુરક્ષા વ્યવસ્થા સાથે સજ્જ

નવરાત્રીમાં પાવાગઢ ખાતે બીરાજમાન મહાકાળી માતાના દર્શન અર્થે માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. નવરાત્રીના સાત દિવસ દરિમયાન 9 લાખ કરતાં વધુ ભકતોએ માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજે 17 ઓકટોબરના રોજ આઠમનાં પગલે ભાવિક ભકતોનો ધસારો વધુ પ્રમાણમાં રહેશે. જેને લઈને તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. નવરાત્રિમાં આઠમનું મહત્વ હોવનાથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="69365,69366"]

નવલી નવરાત્રિના સાતમાં-આઠમાં નોરતે પણ પાવાગઢ ખાતે ભકતોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. જેમાં સાતમાં નોરતા સુધીમાં 9 લાખ જેટલા ભકતોએ માતાજીના દર્શન કર્યા છે. આજે તારીખ 17 ઓકટોબરનાં રોજ આઠમ હોવાના પગલે ભકતોની સંખયામાં વધારો થશે. જેને લઈ તંત્ર દ્વારા પુરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

પાવાગઢ ડુંગર ઝળહળતી રોશનીથી ખુબ જ સુંદર દેખાઈ રહ્યો છે. દર્શને આવી રહેલા ભકતોમાં ભારે ઉમંગ જોવા મળી રહ્યો છે. યાત્રાળુઓ અને સહેલાણીઓ મોટી સંખ્યામાં આવે અને આસપાસના નાનામોટા વેપારીઓને રોજી રોટીની વધુ તકો મળે માટે તંત્રે કમર કસી છે. નવરાત્રી દરમિયાન રોજ નિતનવા કાર્યક્રમો કરી યાત્રાળુઓનું મનોરંજન પૂરું પડાય છે. બે દિવસ પહેલા પાવાગઢમાં પ્રથમ વખત લેસર શૉનું પણ આયોજન કરાયું હતું. જેનો મોટી સંખ્યામાં ભકતો લ્હાવો લઇ રહ્યા છે.

Next Story