/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/SOMA.jpeg)
આગામી દિવસોમા મગફળીની અછત સર્જાય તો લાંબે ગાળે તેલના ભાવમાં વઘારો થવાની શક્યતા
સૌરાષ્ટ્ર ઓઇલ મિલર એસોસિએશન (સોમા) અને સિંગદાણાના ઉત્પાદકો હવે નાફેડના નિયમોથી કંટાળી ગયા છે. લેખિતમાં રજૂઆત કરવા છતાં નાફેડમાંથી મગફળી ખરીદવા મુશ્કેલી પડી રહી છે. જે સંદર્ભે નાફેડમાંથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો બહિષ્કાર કરતી જાહેરાત સોમાના પ્રમુખ સમીર શાહે કરી હતી. આવા નિર્ણયથી આગામી દિવસોમાં મગફળીની અછત સર્જાશે અને લાંબે ગાળે તેલના ભાવમાં વઘારો જોવા મળે તેવી શક્યતા જોવાઈ રહી છે.
સમીર શાહે આ અંગે જણાવ્યું હતું કે, તાજેતરમાં જ નાફેડના અધિકારીઓ સાથે બેઠક યોજી પ્રશ્નો રજુ કર્યા હતાં. જેમાં કોઇ મુશ્કેલી નહીં રહે તેવી ખાતરી આપવામાં આવી હતી. છતાં ટેકાના ભાવે ખરીદી કરીએ ત્યારે સમયસર માલ પહોંચતો નથી. તેના બિલ પણ સમયસર મળતાં નથી. નાફેડ તેના મનમાનીના નિયમ મુજબ વેચાણ કરી રહ્યાં છે જેને લઇ સિંગદાણાના ઉત્પાદકો અને સોમાને ભારે તકલીફ પડી રહી છે. જેના પગલે અમે આ નિર્ણય લીધો છે.