જાણો શા માટે મગફળીના વાવેતરમા આવ્યો ઘટાડો અને કપાસનુ વાવેતર વધ્યું

New Update
જાણો શા માટે મગફળીના વાવેતરમા આવ્યો ઘટાડો અને  કપાસનુ વાવેતર વધ્યું

મગફળી અને કપાસમાં થતી જીવાત અટકાવવા ક્યા ઉપાય કરશો ?

સૌરાષ્ટ્ર પંથક મગફળીનાં પક માટે જાણીતો છે પરંતુ ગત વર્ષ કરતા આ વર્ષે વરસાદ મોડો આવતા વાવણી છુટક છુટક કરવામા આવી રહી છે. સાથે જ આ વર્ષે વાવણીમાં પણ એક પરિવર્તન આવ્યું છે. ગત વર્ષની સરખામણી કરતા આ વર્ષે સૌરાષ્ટ્ર પંથકમા મગફળી કરતા કપાસનુ વાવેતરમાં વધારો થયો છે. ત્યારે શુ છે આ પાછળનુ કારણ જાણો વિગતે.

મગફળીના ભાવ ઓછા મળવાને કારણે ખેડૂતોએ હવે તેના વાવેતર તરફથી મોં ફેરવી લીધું છે. અને કપાસનાં વાવેતર તરફ આકર્ષાયા છે. ગત વર્ષ કરતા આ વર્ષે વરસાદ મોડો આવ્યો છે. તેમા પણ સૌરાષ્ટ્રની વાત કરીયે તો અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામા મેઘાની મહેર નહી પરંતુ કહેર વર્તાણી છે. તો બિજી તરફ રાજકોટ, સુરેન્દ્રનગર,મોરબી અને જામનગર જિલ્લામા વાવણી લાયક વરસાદ થવા પામ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાની વાત કરીયે તો વરસાદ ખેંચાતા ત્રુટક ત્રુટક અને છુટક છુટક વાવણી થવા પામી છે. તો બિજી તરફ ગત વર્ષ કરતા મગફળીનુ વાવેતર ઘટયુ છે તો કપાસનુ વાવેતર ઘટયુ છે.

રાજકોટ નજીક આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રનાં સીનીયર સાયન્ટીસ એન્ડ હેડ ડો. બિ બિ કાબરીયા એ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના 5 લાખ 32 હજાર હેકટરમાથી અત્યાર સુધીમાં 4લાખ 31 હજાર હેકટરમાં જ વાવેતર થવા પામ્યુ છે. બાકીના 1 લાખ હેકટરમા વાવણીનુ કામ પુરજોશમા ચાલી રહ્યુ છે. ગત વર્ષે ખેડૂતોને કપાસના ભાવ 900 થી લઈ 1200 સુધીના મળ્યા હતા. જેથી આ વર્ષે કપાસ તરફ ખેડૂતો વધુ આકર્ષાયા છે. તો બીજી તરફ મગફળીના ભાવ છેલ્લે સુધી નીચા રહેતા ખેડૂતોએ મગફળી તરફથી મો ફેરવી લીધુ છે.

મગફળી અને કપાસમા મુખ્યત્વે બે પ્રકારના રોગ જોવા મળતા હોઈ છે. મગફળીમા મુંડા નામનો રોગ થતો જોવા મળે છે. જ્યારે કપાસમા ગુલાબી ઈયળ નામની જીવાત જોવા મળતી હોઈ છે. કેન્દ્રની કેબિનેટમા આ વર્ષે 14 જણસીના મળવાપાત્ર ટેકાના ભાવમા વધારો પણ કરવામા આવ્યો છે. ત્યારે આ વર્ષે ખેડૂતોને મગફળી અને કપાસના કેટલા ભાવ મળે છે તે જોવુ અતિ મહત્વનુ બની રહેશે.

Latest Stories