Connect Gujarat
Featured

ફાર્મા કંપની બાયોકોન કોરોનાની દવા કરશે લોન્ચ, એક ઈન્જેક્શનની કિંમત 7,950 રૂ

ફાર્મા કંપની બાયોકોન કોરોનાની દવા કરશે લોન્ચ, એક ઈન્જેક્શનની કિંમત 7,950 રૂ
X

બાયોકોન કંપની અનુસાર બાયોલોજીક ડ્રગ ઇટોલિઝુમાબની મદદથી કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવશે. ઇટોલિઝુમાબ પહેલી એવી બાયોલોજીક થેરેપી છે જેનો ઉપયોગ વિશ્વભરમાં કોરોના દર્દીઓ પર કરવામાં આવી રહ્યો છે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ મંજૂરી આપી દીધી છે. કંપનીનો દાવો છે કે, ઇટોલિઝુમાબના 25ml ઇન્જેક્શનનો ઉપયોગ ઈમર્જન્સીમાં કરી શકાશે. શ્વાસ લેવાની સમસ્યાથી સાઈટોકાઈન સિંડ્રોમ જેવી ગંભીર સ્થિતિમાં તેનો ઉપયોગ કરી શકાશે.

તેનો ઉપયોગ કોરોનાના સામાન્ય લક્ષણથી લઈને ગંભીર સ્થિતિ સુધીની દરેક પરિસ્થિતિમાં થઈ શકે છે. બાયોકોનના એમડી કિરણ મજૂમદાર શૉએ એક વર્ચ્યુઅલ કોન્ફરન્સિંગમાં જણાવ્યું હતું કે, વેક્સીન નહીં આવે, ત્યાં સુધી આપણે લાઈફ સેવિંગ ડ્રગની જરૂર છે. વેક્સીન વર્ષના અંત સુધી અથવા આવતા વર્ષે આવે છે તો પણ તે વાતની કોઈ ગેરંટી નથી કે ફરીથી સંક્રમણ નહીં થાય, તેથી આપણે સાવધાની રાખવાની જરૂર છે.

એક ઈન્જેક્શનની કિંમત 7,950 છે. કોરોનાના મોટાભાગના દર્દીઓને તેના 4 ઈન્જેક્શનની જરૂર રહેશે. સંપૂર્ણ થેરેપીની કિંમત 32 હજાર રૂપિયા સુધી છે.

Next Story