Connect Gujarat
ગુજરાત

દફતરી ચકાસણી દરમિયાન પોતાના કેમેરાથી માહિતીનો ફોટો પાડી શકાય છે

દફતરી ચકાસણી દરમિયાન પોતાના કેમેરાથી માહિતીનો ફોટો પાડી શકાય છે
X

માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ હેઠળ કરવામાં આવેલ અરજીમાં સેક્શન 2(j)(i) મુજબ દફ્તર ચકાસણી કરતી વખતે પોતાના કેમેરાથી ડોક્યુમેન્ટનો ફોટો પાડી શકાય છે. આ હુકમ ગુજરાત માહિતી આયોગ દ્વારા દાખલ કરેલ બીજી અપીલ નંબર - 1439 /2019 ના હુકમમા તારીખ 17 ફેબ્રુઆરી 2020 ના રોજ કરવામાં આવેલ છે.

માહિતી આયોગે સ્પષ્ટ કર્યું છે કે માહિતી માંગતી અરજી કરતી વખતે અરજીમાં અરજીના અનુસંધાને મળવાપાત્ર માહિતીનો ફોટો પાડવા માટેની માંગણી પણ ઉલ્લેખ કરેલ હોવો જોઈએ. સુરતના આર.ટી.આઈ એક્ટિવિસ્ટ સંજય ઇઝાવા દ્વારા જાહેર માહિતી અધિકારી તથા અધિક્ષક જોઈન્ટ ચેરિટી કમિશનર ઓફિસ સુરત તથા પ્રથમ અપીલ અધિકારી તથા જોઈન્ટ ચેરિટી કમિશનર બહુમાળી બિલ્ડીંગ સુરત નાઓ સામે ગુજરાત માહિતી આયોગમાં ફાઈલ કરેલ બીજી અપીલમાં આ નિર્ણય ગુજરાત માહિતી આયોગ તરફથી આપવામાં આવેલ છે.

અગાઉ સંજય ઈઝાવા દ્વારા જોઈન્ટ

ચેરિટી કમિશનરમાં માંગેલ માહિતીનો પોતાના કેમેરામાં ફોટો પાડવા માટેની માગણી

કરવામાં આવેલ હતી. કેન્દ્ર માહિતી આયોગના ઘણા બધા હુકમો હોવા છતાં જાહેર માહિતી

અધિકારી તથા પ્રથમ અપીલ અધિકારી તરફથી પોતાના કેમેરામાં ફોટો પાડવા માટે ના

પાડવામાં આવેલ હતી. જેનાથી નારાજ થઈને ગુજરાત માહિતી આયોગમાં સેકન્ડ અપીલ દાખલ

કરવામાં આવેલ હતી.

માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ હેઠળ

અરજી કરનારને દફતર ચકાસણી દરમિયાન ફોટો પાડવાનો અધિકાર ઉપરોક્ત એક્ટમાં આપવામાં

આવેલ છે. ગુજરાત માહિતી આયોગના હુકમના અનુસંધાને જ્યારે પણ માહિતી અધિકાર અધિનિયમ

હેઠળ અરજી કરતા હોય ત્યારે પોતાના કેમેરાથી માહિતીની ફોટો પાડવા માટેની મંજૂરી પણ

આપવા માટે વિનંતી કરવાની હોય છે.

આ હુકમથી હવે પછી માહિતીને રૂપે ખોટા

કાગળો લેવા નહીં પડે. અરજી આપતી વખતે કેમેરાથી ફોટો પાડવાનો ઉલ્લેખ કરેલ હોય તો

માહિતીનું નિરીક્ષણ કરીને મળવાપાત્ર માહિતી પોતાના કેમેરામાં ફોટો પાડી શકો છો.

જેથી પેપરનો વપરાશ પણ ઓછો થઇ શકે.

Next Story