/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-397.jpg)
સ્ટેટ હાઇવે પરનો 500 મીટરનો પુલ જર્જરીત હોય અને દરરોજના હજારો વાહનો આ પુલ પરથી પસાર થતા હોય છતાં તંત્ર દ્વારા આવા બિસ્માર જર્જરીત પુલ અંગે નિંદ્રાધીન હોય એવું જોયુ છે. અમે આપને બતાવશું એક એવો પુલ કે પીપાવાવ અંબાજી સ્ટેટ હાઈવેને જોડે છે અને કંપનીઓના મસમોટા કંટનરો ટ્રકો આ જર્જરીત પુલ પરથી દોડી રહ્યા છે. મોતનો બનેલો આ પુલ ક્યાં છે. જુઓ આ સ્પેશિયલ રિપોર્ટ.
આ લાંબો લચક 500 મીટર ઉપરનો પુલ છે અમરેલી જિલ્લાના રાજુલાની ઘાતરવડી નદી પરનો પુલ. આ પુલ પરની બન્ને બાજુની સિમેન્ટ કોન્ક્રીટની રેલીંગ ટુટીને નીચે પડી ગઈ છે. નદીમાં સ્લેબના રેલિંગના ગાબડા જોવા મળે છે તો પુલ પણ આખો જર્જરીત બનીને પડી જવાની અણી પર ઉભો છે છતાં આ પુલ પરથી દરરોજના હજારો વાહનો પસાર થઈ રહ્યા છે. કેમ કે રાજુલા એક ઔધોગિક ઝોન છે પીપવવા પોર્ટથી લઈને અનેક કંપનીઓ આ રાજુલા જાફરાબાદના દરીયાકાંઠા પર વિકસી છે ત્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારની સ્કૂલોની સ્કૂલ બસો પણ આ ઘાતરવડી નદીના જર્જરીત પુલ પરથી પસાર થાય છે.
જાણે મોતના બનેલા પુલ પરથી જો અનાયાસે અકસ્માત સર્જાઈ તો આ પુલની હાઈટ 40 ફૂટ આસપાસની છે ને નીચે પડે તો કુરચે કુરચા વાહનના નીકળી જાય. પણ વાહનમાં સવાર વ્યક્તિઓની હાલત શુ થાય એ તો કહેવું પણ ખુબજ મુશ્કેલ છે. સ્કૂલ બસ લઈને પસાર થનાર બસોના દ્રાઇવર પણ રોજ પસાર થતી વેલા બસના દ્રાઇવર પણ આ જર્જરીત પુલ પરથી નીકળતા થર થર કંપે છે જો સ્કૂલ બસમાં અનેક વિદ્યાર્થીઓ આ સ્કૂલ બસમાં સવાર હોય છે જો આગામી દિવસોમાં કોઈ ગંભીર દુર્ઘટના સર્જાઈ તેવા પુલ આખો ધ્રૂજે છે વાહનો નીકળે એટલે ભયંકર રીતે વાયબ્રેટ પુલ થતા વાહનો પણ જાળવી જાળવીને પુલ પસાર કરવો પડે છે જો અકસ્માતે કોઈ ઘટિત ઘટના ઘટે તો દોષનો ટોપલો દ્રાઇવર પર આવે તેવો ભય પણ વ્યક્ત કરાઈ રહયો છે.
ત્યારે આજુબાજુના રોજ આ પુલ પરથી પસાર થતા લોકો પણ જર્જરીત પુલ અંગે જણાવે છે કે રાજુલા અંબાજીનો આ સ્ટેટ હાઇવે અતિ જર્જરીત છે. આખા પુલ પર ધ્રુજારી થાય છે. જ્યારે પણ કોઈ નીકળે ત્યારે મોતના પુલ પર નિકળ્યા હોય તેવો અહેસાસ સ્થાનિકો અનુભવી રહ્યા છે. રોજના હજારો વાહનો પુલ પરથી પસાર થાય છે. પણ તંત્ર હજુ સુધી આ ઘાતરવડીના 30 જેટલા પુલના ગાળાઓ પર મરામત કરતી નથી. ત્યારે અધિકારી દ્વારા પુલ સારી કંડીશનમાં હોવાનું કહે છે. સાથે સરકાર દ્વારા આ રાજુલાથી સાવરકુંડલા સુધીના માર્ગ પર 52 કરોડના ખર્ચે 4 મેજર બ્રીઝ અને 17 માઇનોર બ્રીઝની મંજૂરી મળી ગઈ હોવાનું અમરેલી માર્ગ એન્ડ મકાન વિભાગના અધિકારી દ્વારા કહેવામાં આવ્યું હતું.